ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ક્રિકેટ ચાહકો માટે ICCએ પાંચ વર્ષના ફ્યુચર્સ ટૂર પ્રોગ્રામની કરી જાહેરાત

મુંબઈ, 4 નવેમ્બર, 2024: ક્રિકેટ ચાહકો માટે ICCએ પાંચ વર્ષના ફ્યુચર્સ ટૂર પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે ICCએ 2025-2029 માટે ફ્યુચર્સ ટૂર પ્રોગ્રામ (FTP)ની આ જાહેરાત 4 નવેમ્બરને સોમવારે કરી. કરવામાં આવેલી આ જાહેરાત અનુસાર ICC મહિલા ચેમ્પિયનશિપની ચોથી આવૃત્તિ માટે આ FTPમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ માટે ટીમોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ICC અનુસાર, 2029 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે લાઇનઅપને આકાર આપવા માટે ICC મહિલા ચેમ્પિયનશિપના ચોથા ચક્રમાં 11 ટીમો ભાગ લેશે. ઝિમ્બાબ્વે આ ટુર્નામેન્ટમાં પદાર્પણ કરશે.

મહિલા ચૅમ્પિયનશિપમાં દરેક ટીમ વર્તમાન આવૃત્તિની જેમ ઘર આંગણે ચાર અને અન્ય દેશોમાં ચાર એમ કુલ આઠ ટીમો સામે સ્પર્ધા કરશે. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં 44 શ્રેણી રમાશે જેમાં કુલ 132 વનડે રમાશે. એટલે કે દરેક શ્રેણીમાં ત્રણ મેચ રમાશે. પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેતી વખતે ઝિમ્બાબ્વેની ટીમ બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. આ સિવાય ઝિમ્બાબ્વેની ટીમ ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે.

મહિલા ક્રિકેટ શિડ્યુલ - HDNews

2025-2029 FTP શિડ્યુલમાં દર વર્ષે એક ICC મહિલા ટૂર્નામેન્ટનો પણ સમાવેશ થશે, જે 2025માં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપથી શરૂ થશે. આ પછી વર્ષ 2026માં ICC મહિલા T20 વર્લ્ડ કપ રમાશે. સૌથી મોટા સમાચાર એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીને પ્રથમ વખત મહિલા ક્રિકેટમાં સામેલ કરવામાં આવી છે. ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન વર્ષ 2027માં કરવામાં આવશે. આ પછી વર્ષ 2028માં ICC મહિલા T20 વર્લ્ડ કપ રમાશે.

ઉલ્લેખનીય છે કે પુરુષોની ક્રિકેટમાં લાંબા સમયથી ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો મહિલા ક્રિકેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ટુર્નામેન્ટના સ્થળને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે હવે વર્ષ 2027માં ICC ખિતાબના દુકાળને ખતમ કરવાની મોટી તક હશે.

ICC ટુર્નામેન્ટની તૈયારી માટે ટીમોએ પરસ્પર સંમતિથી ત્રિકોણીય શ્રેણીની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. 2026માં ICC મહિલા T20 વર્લ્ડ કપ પહેલાં ઈંગ્લેન્ડ ભારત અને ન્યુઝીલેન્ડની ત્રણ ટીમોની T20I શ્રેણીમાં જ્યારે આયર્લેન્ડ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની યજમાની કરશે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ પણ અનુક્રમે 2027 અને 2028માં ત્રિકોણીય શ્રેણીની યજમાની કરશે.

આ પણ વાંચોઃ હિન્દુ સંગઠનોએ કેનેડાના રાજકારણીઓ માટે લીધો મોટો નિર્ણયઃ જાણો શું કહ્યું?

Back to top button