ICCએ 2022ની સર્વશ્રેષ્ઠ T20 ટીમની કરી જાહેરાત, આ ભારતીય ખેલાડીઓના નામ થયા સામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા દર વર્ષે ખેલાડીઓને તેમના પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવે છે. જેમાં ICC કેટેગરી વાઈઝ તમામ ખેલાડીઓને તેમના પ્રદર્શન બદલ એવોર્ડ આપે છે. આ એવોર્ડ ICC દ્વારા મહિલા અને પુરુષ બંનેને આપવામાં આવે છે. આ એવોર્ડમાં માત્ર ક્રિકેટરો જ નહીં પરંતુ અપાયરોને પણ એવોર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત આજે ICC દ્વારા પુરુષ અને મહિલા T20 ટીમમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની જાહેરાત કરવામા આવી છે. જેમાં મોટાભાગના ભારતીય ખેલાડીઓના નામ સામેલ થયા છે.
પુરુષ સર્વશ્રેષ્ઠ T20 ટીમ
ICC દ્વારા પુરુષ T20 ટીમ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતના ત્રણ ખેલાડીને ICCની વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ T20 ટીમમાં સ્થાન મળ્યું છે. જેમાં સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને હાર્દીક પંડ્યાના નામ સામેલ છે.
શ્રેષ્ઠ મહિલા સર્વશ્રેષ્ઠ T20 ટીમ
ICCએ શ્રેષ્ઠ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતના સૌથી વધુ ચાર મહિલા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ICC દ્વારા જાહેર કરાયેલી વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ મહિલા T20 ટીમમાં ભારતની ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્મૃતિ મંધાના,દીપ્તિ શર્મા, રિશા ઘોષ, અને રેણુકા સિંહનું નામ સામેલ કરાયું છે.
મોટાભાગના ભારતીય ખેલાડીઓનું ICC ટીમ ઓફ ધ યરમાં સ્થાન
ભારતના મોટાભાગના ખેલાડીઓને ICC ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. ભારતની ઓપનર સ્મૃતિ મંધને ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલમાં 594 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 અડધી સદી ફટકારી હતી. ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે ગયા વર્ષે 29 વિકેટ લીધી હતી. તે સૌથી વધુ વિકેટ લેનારી ત્રીજી બોલર હતી. ટીમ ઈન્ડિયાની વિકેટકીપર બેટ્સમેન રિશા ઘોષે બેટિંગ સિવાય વિકેટકીપિંગમાં પણ ધૂમ મચાવી હતી. તેના બેટમાંથી 259 રન નીકળ્યા. આ દરમિયાન અન્ય ભારતીય બોલર રેણુકા સિંહે પણ પોતાની બોલિંગ કરાવી અને કુલ 22 વિકેટ લીધી.
13 કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવશે
આ અંગે ICC એ એક નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આ વખતે 13 કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધીના ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાને લેવામાં આવશે. જેમાં સર ગારફિલ્ડ સોબર્સ આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, રચેલ ફ્લિંટ ટ્રોફી વુમન ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડ આપવામાં આવશે. આ વખતે ICC દ્વારા વર્ષ 2022માં કઈ ટીમે અને ક્યા ખેલાડીઓએ કયા વિભાગમાં કેવુ પ્રદર્શન કર્યુ છે તેના આધારે આથી એવોર્ડ અંગેની ઘોષણા કરવામા આવી રહી છે. આ માટે ICC દ્વારા જાન્યુઆરીની 23 થી 26 સુધી અલગ અલગ કેટેગરીના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે.
ચાર દિવસ સુધી એવોર્ડ વિજેતા જાહેર કરાશે
ICC દ્વારા આજથી ચાર દિવસ સુધી રોજ અલગ અલગ કેટેગરી મુજબ એવોર્ડ વિજેતા જાહેર કરવામા આવશે. જેમાં સૌથી પહેલા ટી20 ટીમ અને ત્યાર પછી વનડે ટીમમાં સારુ પ્રદર્શન ખેલાડીઓનું એલાન આજે કરવામાં આવ્યું છે. 24 જાન્યુઆરીએ પુરુષ અને મહિલા વનડે ક્રિકેટ ટીમ ઓફ ધ યર જાહેર કરાશે, 25 જાન્યુઆરીએ ખેલાડીઓના તેમના વ્યક્તિગત પ્રદર્શન માટે એવોર્ડ જાહેર કરાશે, 26 જાન્યુઆરીએ એવોર્ડ જાહેર કરવાનો અંતિમ દિવસ છે. આ દિવસે આઈસીસી સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, અંપાયર જાહેર કરાશે.
આ પણ વાંચો : US વિઝા માટે ભારતીયોને હવે રાહ નહી જોવી પડે, યુએસ મિશનએ લીધો આ મહત્વનો નિર્ણય