IBM ચીફની ગંભીર ભવિષ્યવાણી, AI ના કારણે આ ક્ષેત્રોમાં નોકરીના દરવાજા બંધ થશે
આજે ટેકનોલોજીનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. દરેક પ્રકારના કામ મશીનથી થવાની શરુઅત થઇ ગઈ છે. એકબાજુ વિજ્ઞાન વધુ ઝડપી આગળ વધી રહ્યું છે તો બીજીબાજુ તેના લીધે ઘણી નોકરીઓ બંધ થવાનો ખતરો પણ ઉભો થયો છે. AI આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ઘણા ક્ષેત્રની નોકરી બંધ થઇ શકે છે. IBM CEO અરવિંદ કૃષ્ણાએ ભાષા-આધારિત AI ChatGPTને બજાર માટે “અતુલ્ય” ક્ષણ ગણાવી છે. જો કે, તેમણે તેના સંભવિત જોખમો પણ વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી આ લોકોની નોકરીઓ જઈ શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વિકાસથી લગભગ દરેક ઉદ્યોગમાં મનુષ્યના ભવિષ્યને આકાર આપી રહ્યું છે. જે રીતે નવી ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે, તેનાથી માનવ રોજગાર પર ખતરો વધી ગયો છે. IBMના CEO અરવિંદ કૃષ્ણાએ પણ જાણે સિક્કો મારી દીધો છે. તેમને લાગે છે કે નવા યુગની ટેક્નોલોજીની આક્રમક ગતિ ટૂંક સમયમાં “વ્હાઈટ કોલર જોબ” એટલે કે ક્લાર્ક પ્રકારની નોકરીઓ ઉપર હાવી થઇ જશે. આવી સ્થિતિમાં ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી શકે છે.
એક ન્યુઝપેપરના ઈન્ટરવ્યુંમાં, IBM CEO અરવિંદ કૃષ્ણાએ ભાષા-આધારિત AI ChatGPTને વર્તમાન બજાર માટે “અવિશ્વસનીય” ક્ષણ ગણાવી. જો કે, તેણે એવી નોકરીઓ વિશે જણાવ્યું છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં કારણે જઈ શકે છે. ક્રિષ્ના અનુસાર, ઓટોમેશન ગ્રાહક સેવા (Customer service), માનવ સંસાધન (Human resources), નાણાં (Finance) અને આરોગ્ય સંભાળ (Health care)માં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોની નોકરી ખતમ થવાનો ભય છે.
આ પણ વાંચો : રોબોટ લેશે માણસોનું સ્થાન ! પરંતુ આ દુનિયા બની શકે છે ખતરનાક
AI મજૂરોની અછત દૂર કરશે
કૃષ્ણાએ કહ્યું કે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમગ્ર વિશ્વમાં મજૂરોની અછતની સમસ્યાને હલ કરી શકે છે. તેમણે કહ્યું, “અમારી પાસે વાસ્તવિક દુનિયામાં મજૂરોની અછત છે અને આ એક વસ્તી વિષયક સમસ્યાને કારણે છે જેનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે… યુનાઇટેડ સ્ટેટ્સ હવે 3.4 ટકા બેરોજગારી પર બેઠું છે, જે 60 વર્ષમાં સૌથી નીચું છે. તેથી કદાચ આપણે એવા સાધનો શોધી શકીએ જે શ્રમના કેટલાક ભાગોને બદલી શકે, જે એક સારી બાબત છે.”
આ પણ વાંચો : ChatGPT માત્ર બે જ વર્ષમાં Googleને ખતમ કરી દેશે, જાણો-કોણે કર્યો આ દાવો ?
મેકડોનાલ્ડ્સ સાથે IBMની ભાગીદારી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય સંભાળ અને નાણાકીય ક્ષેત્રોમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) જે નોકરી બદલી રહ્યું છે તે “નિયમનકારી કાર્ય” છે. IBMએ ફાસ્ટ-ફૂડ ચેઇનના ડ્રાઇવ-થ્રુ લેનને સ્વચાલિત કરવામાં મદદ કરવા માટે 2021માં McDonalds સાથે ભાગીદારી કરી છે. આઇબીએમ સુપર કોમ્પ્યુટર ડીપ બ્લુમાં પણ સામેલ હતું, જેણે 1997ની ચેસ મેચમાં ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો અને 2010ની “જિઓપાર્ડી!” વિજેતા મશીન વોટસનને હરાવવાનું હતું.
આ પણ વાંચો : નીલ મોહન કોણ છે ? જેને હાથમાં હશે YouTubeની કમાન
AI થી 90% ડેટા પ્રોસેસિંગ
IBM CEOએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દવા શોધવા અથવા કેમિસ્ટ્રી જેવી વસ્તુઓનું સંચાલન કરવામાં સક્ષમ છે એટલે કે મેડીકલ ક્ષેત્રે પણ કામ કરવા સક્ષમ છે. આ ટેક્નોલોજી લોકોને પ્રમોટ કરવા, લોકોને હાયર કરવા, લોકોને ટ્રાન્સફર કરવા માટે જરૂરી 90 ટકા ડેટા પ્રોસેસિંગ કરી શકે છે. જો કે, અંતિમ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મનુષ્યોને જ હશે. તેમને લાગે છે કે AI ક્લાર્ક જેવી નોકરીઓ ખતમ કરી શકે છે.
આમ, AI આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઝડપી વિકારથી માનવીને સુવિધા તો મળે છે પરંતુ તેનાથી ઘણીબધી નોકરીને ખતરો પણ છે. આવનાર સમયમાં AI કેવા પરિણામો લાવશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ એટલું ચોક્કસ છે કે ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલવું પણ એટલું જ જરૂરી છે.