સંસદ સુરક્ષા ચૂક: ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ આરોપીઓના વતનમાં તપાસ કરશે
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: સંસદમાં સુરક્ષા ચૂકના મામલામાં ધરપકડ કરાયેલા યુવકોના વતનમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોની ટીમને મોકવામાં આવી છે. IBની એક ટીમ સંસદની કાર્યવાહી દરમિયાન ઘૂસણખોરી કરનારા સાગર શર્મા અને મનોરંજનની પૂછપરછ કરી છે. તેઓ કથિત રીતે સંસદમાં પ્રેક્ષકોની ગેલેરીમાંથી ફ્લોર પર કૂદી પડ્યા હતા. સાગર શર્મા મૈસૂરનો રહેવાસી છે અને બેંગલુરુની યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે જ્યારે મનોરંજન પણ વ્યક્તિ પણ મૈસૂરનો છે. સ્થાનિક પોલીસ સાથે આઈબીની એક ટીમ કસ્ટડીમાં લેવામાં આવેલા યુવકોની વિગતવાર તપાસ કરી રહી છે. અધિકારીઓએ તેમના ફોન કબજે કર્યા છે. આ ઉપરાંત કોઈપણ સંગઠન સાથેના તેમના સંબંધો અંગે પૂછપરછ કરાઈ રહી છે.
તપાસમાં આરોપીઓના ઘરેથી પુરાવા જપ્ત કરાયા
તપાસ દરમિયાન યુવકોના પાસેથી લેખિત પુરાવા જપ્ત કરાઈ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલાખોરો એક કરતા વધારે સંગઠનના સંપર્કમાં છે. તપાસ અધિકારીઓએ સંસદના તમામ ચેક પોઈન્ટના CCTV મેળવી લીધા છે. બીજી તરફ, સંસદની બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા એક યુવતી અને એક યુવકને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. આરોપીઓએ ગૃહની અંદર ફ્લોરોસેન્ટ ગેસ પણ છાંટ્યો હતો. ખાસ વાત એમ છે કે, હુમલો કરનારા લોકો બે અલગ-અલગ જૂથમાં હતા. એક જૂથ સંસદની અંદર ઘૂસી ગયું હતું જ્યારે બીજું જૂથ સંસદ ભવન બહાર રહ્યું હતું.
જૂના સંસદ ભવન પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સુરક્ષા ભંગના કારણે સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સુરક્ષા ભંગ અંગે ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અગાઉ નીચલું ગૃહ ફરી શરૂ થયા પછી બોલતા સ્પીકરે ગૃહને જાણ કરી હતી કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ સંસદની બહાર બે લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: લોકસભામાં કૂદકો મારીને ભય ફેલાવનાર કોણ હતા? થઈ ઓળખ, જાણો તે ક્યાંના છે?