અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

IBના વડા સિનિયર IPS અધિકારી આર.બી.બ્રહ્મભટ્ટ સેવા નિવૃત્ત થયા, ભવ્ય વિદાય અપાઈ

Text To Speech

ગાંધીનગર, 01 ઓગસ્ટ 2024, ગુજરાતમાં ગઈકાલે 18 IAS અધિકારીઓની સાગમટે બદલી કરી દેવાઈ હતી. જેમાં ત્રણ અધિકારી એવા રાજીવ ટોપનો, જયંતી રવિ અને ટી.નટરાજનનું ડેપ્યુટેશન પૂર્ણ થતા તેઓ ગુજરાત પરત ફરશે. આ ઉપરાંત 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના સિનિયર IPS અધિકારી અને IBના વડા આર.બી. બ્રહ્મભટ્ટ પોલીસની લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયાં છે. તેમને બહુમાન સાથે વિદાય અપાઈ છે.

સિનિયર IPS અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ સેવા નિવૃત થયાં
IBના વડા અને 1995ની બેચના સિનિયર IPS અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ સેવા નિવૃત થયાં છે. પોલીસ વિભાગ અને સ્ટાફ દ્વારા તેમનું બહુમાન કરીને વિદાય આપવામાં આવી છે. તેમના વિદાય પ્રસંગે તેમના સાથી કર્મચારીઓ ભાવુક થયાં હતાં. તે ઉપરાંત આર.બી. બ્રહ્મભટ્ટના ચહેરા પર પણ ભાવુકતા જોવા મળી હતી. મહેસાણા જિલ્લાના વતની એવા આર.બી બ્રહ્મભટ્ટ CID ઇન્ટેલિજન્સ નાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા છે. પોલીસ અધિકારી તરીકેની ફરજ દરમિયાન તેમને અનેક મેડલોથી નવાજવામાં આવ્યા હતા.

સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી
ગુજરાત પોલીસમાં બહુ ઓછા અધિકારીઓ પોતાના સ્ટાફનો પ્રેમ જીતી શકે છે. IPS અધિકારી આર.બી.બ્રહ્મભટ હેત અને પ્રેમ ભાવ ધરાવતા હતા. એટલે જ તો તેમની સેવાના અંતિમ દિવસે તેમને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આખી ઓફિસને સુંદર ફુલોથી શણગારવામાં આવી હતી, જ્યારે અધિકારી આર.બી.બ્રહ્મભટ્ટે ઓફિસમાંથી વિદાય લીધી ત્યારે તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ તકે ઘણા એવા પણ કર્મચારીઓ હતા જેમના ચહેરા પર ભાવુકતા દેખાઈ હતી.

આ પણ વાંચોઃગુજરાતમાં 18 IASની બદલી બાદ 8 IPS ઓફિસરોને પોસ્ટિંગ અપાયું, જુઓ લિસ્ટ

Back to top button