ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IAS વિજય નેહરાની પુત્રી અનાયાનું સ્ટેટ સ્વિમિંગ મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, 6 ગોલ્ડ મેળવ્યા

Text To Speech
  • અમદાવાદના સ્વરાજ સ્પોર્ટ્સ કલબ ખાતે યોજાઈ હતી ઈવેન્ટ
  • તમામ ફોર્મેટમાં વ્યક્તિગત રીતે અમદાવાદ માટે ઈનામ જીત્યું
  • વિજેતા અનાયાને ઠેરઠેરથી મળતી શુભેચ્છાઓ

અમદાવાદ : અમદાવાદ ખાતે ગુજરાત રાજયકક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં રાજ્યમાં આઈએએસ અધિકારી વિજય નેહરાની પુત્રી અનાયા નેહરાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 6 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમની આ પ્રગતિના લીધે ઠેરઠેરથી તેને શુભેચ્છાઓ મળી રહી છે અને આવનારા દિવસોમાં તેઓ હજુ સારૂ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

અનાયા નેહરાએ સ્ટેટ મીટમાં છ ગોલ્ડ મેડલ જીત્યા

અમદાવાદની સ્વિમર અનાયા નેહરાએ 24-25 જૂનના રોજ સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. 13 વર્ષની અનાયાએ તેની તમામ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણીએ છ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા હતા. બંને રિલેમાં પણ તેણીએ સારું પ્રદર્શન કરીને અમદાવાદની ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં મદદ કરી હતી.

કઈ રમતમાં કયું મેડલ પ્રાપ્ત કર્યું ?

200 વ્યક્તિગત મેડલી: ગોલ્ડ
400 વ્યક્તિગત મેડલી: ગોલ્ડ
100 બેકસ્ટ્રોક: ગોલ્ડ
200 બેકસ્ટ્રોક: ગોલ્ડ
200 બ્રેસ્ટસ્ટ્રોક: સિલ્વર
4×100 ફ્રીસ્ટાઇલ રિલે: ગોલ્ડ
4×100 મેડલી રિલે: ગોલ્ડ

અનાયા ટોચના ભારતીય સ્વિમર આર્યન નેહરાની નાની બહેન

ઉલ્લેખનીય છે કે અનાયા નેહરા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી વિજય નેહરાના દીકરી હોવા ઉપરાંત ટોચના ભારતીય સ્વિમર આર્યન નેહરાની નાની બહેન છે. સનદી અધિકારીના બંને સંતાનોએ સ્વિમિંગ ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરીને પરિવાર ઉપરાંત રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો : સુરતનો યુવા પોતાના શોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો, વેસુ પોલીસે ઝડપી પાડ્યો

Back to top button