ટોપ ન્યૂઝનેશનલ

સ્ટેડિયમમાં કૂતરાને ફેરવનાર IAS સંજીવ ખિરવારની લદ્દાખ ટ્રાંસફર, પત્નીને અરૂણાચલપ્રદેશ મોકલવામાં આવી

Text To Speech

કૂતરાને ફેરવવા માટે સ્ટેડિયમ ખાલી કરાવનાર IAS સંજીવ ખિરવાર પર કાર્યવાહી થઈ છે. તેમની ટ્રાંસફર લદ્દાખ કરી દેવાઈ છે. જ્યારે તેમની પત્ની રિંકુની બદલી કરીને અરુણાચલ પ્રદેશ મોકલી દેવાઈ છે. સંજીવ 1994 બેચના અધિકારી છે, જે હાલ દિલ્હીમાં રેવન્યૂ કમિશનરના પદે તૈનાત છે. દિલ્હીના તમામ DM તેમની અંડરમાં કામ કરે છે.

શું હતો સમગ્ર મામલો?
મામલો દક્ષિણ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમનો છે આરોપ છે કે આ સ્ટેડિયમમાં રોજ સવારે 7 વાગ્યે સ્ટેડિયમમાંથી ખેલાડીઓ અને કોચને બહાર કાઢવામાં આવતા હતા. કેમકે 7 વાગ્યે IAS સંજીવ પોતાની પત્ની સહિત સ્ટેડિયમમાં કૂતરાને વોક પર લઈને આવતા હતા. આ મામલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

. સંજીવ 1994 બેચના અધિકારી છે, જે હાલ દિલ્હીમાં રેવન્યૂ કમિશનરના પદે તૈનાત છે. દિલ્હીના તમામ DM તેમની અંડરમાં કામ કરે છે.

કિરણ બેદીએ ઉઠાવ્યા હતા સવાલ
કિરણ બેદીએ સંજીવ ખિરવારના ટ્રાંસફર પર સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે જો IASના સ્ટેડિમમાં કૂતરો ફેરવવાની ઘટના સાચી સાબિત થઈ તો તેમને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ કેમ મોકલવામાં આવી રહ્યાં છે? કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને રજા પર કેમ ઉતારી દેવામાં નથી આવતા. તેમને આગળ કહ્યું કે ભારતીય સિવિલ સેવાના પદ ગંભીર લોકો માટે છે.

ગૃહ મંત્રાલયે મુખ્ય સચિવ સમક્ષ રિપોર્ટ માગ્યો હતો
ગૃહ મંત્રાલયે મામલાને ગંભીરતાથી લેતા દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી આ અંગેનો રિપોર્ટ માગ્યો હતો. મુખ્ય સચિવે પોતાના રિપોર્ટ મંત્રાલયને સોંપ્યો હતો, જે બાદ સરકારે IAS દંપતી વિરૂદ્ધ પગલાં ભર્યા છે. ભારત સરકારના અંડર સેક્રેટરી રાકેશ કુમાર સિંહને IAS દંપતીને તાત્કાલિક પ્રભાવથી સ્થાનાતરિક પ્રદેશમાં જોઈન કરવાના આદેશ આપ્યા છે.

IAS સંજીવે કરી હતી સ્પષ્ટતા
આ સમગ્ર ઘટનાક્રમ અંગે IAS સંજીવ ખિરવારે સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે મારા કારણે પ્રેક્ટિક રોકાઈ તે વાત પાયાવગરની છે, હું ક્યારેક જ કુતરા સાથે ટ્રેક પર જઉં છું. જ્યારે ખેલાડી નથી હોતા, ત્યારે જ જઉં છું. ક્યારેય કોઈ ખેલાડીને સ્ટેડિયમની બહાર જવાનું નથી કહ્યું. કુતરાને પણ ત્યારે જ ટ્રેક પર છોડું છું, જ્યારે ત્યાં કોઈ ન હોય. જો આ આપત્તિજનક છે તો તેને બંધ કરી દઈશ.

Back to top button