વિશેષ

IAS ઓફીસર કે.રાજેશને ત્યાં દરોડામાં મોટો ખુલાસો, ઓફીસરના અંગત માણસની CBIએ કરી ધરપકડ

Text To Speech

ગુજરાતના IAS અધિકારી કે. રાજેશ વિરુદ્ધ CBI કાર્યવાહી કરી છે. CBI મોડી રાતથી કે.રાજેશના નિવાસ સ્થાને કાર્યવાહી શરૂ કરી છે. જેમાં મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. ઓફિસરના અંગત માણસની CBIએ ધરપકડ કરી છે.

IAS ઓફીસર કે.રાજેશને ત્યાં દરોડામાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં IAS ઓફીસરના અંગત માણસની CBIએ ધરપકડ કરી છે. જે અંગત માણસની ઘરપકડ કરવામાં આવી છે તે સુરતના રફીક મેમણ નામનો શખ્સ છે. કહેવામાં આવે છે રફીર મેમણ કે.રાજેશનો વિશ્વાસુ વ્યક્તિ હતો. ઉલ્લેખનીય છે કે, કે.રાજેશ સામે મોટાપાયે લાંચ લેવાનો આરોપ લગાવવામા આવ્યો છે અને રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો પણ આરોપ છે.

ગાંધીનગર ઉપરાંત સુરતમાં પણ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં રાજામુંદ્રી ખાતે પણ CBI ત્રાટકી હતી. જ્યાં કે. રાજેશનું નિવાસસ્થાન છે.

Back to top button