ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાયગઢના IAS તેલંગાણા કેડરના IPS સાથે લગ્નના બંધને બંધાયા, આ કારણે લગ્ન બન્યા ચર્ચાનો વિષય

Text To Speech
  • IPS એ IAS સાથે ખૂબ ઓછા ખર્ચે લગ્ન કર્યા
  • બંન્ને અધિકારીએ ઓછા ખર્ચે સાદગીપૂર્વક લગ્ન કર્યા

આજના સમયમાં કોઈપણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય એટલે ધામધૂમથી અને ભવ્ય રીતે લગ્નનું આયોજન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેને લઈને લોકો આ રીતે લગ્નનું ભવ્ય આયોજન કરી આપનાર ઇવેન્ટ કંપનીનો સંપર્ક કરતા હોય છે અને ઇવેન્ટ કંપની દ્વારા મસમોટી રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે. ત્યારે આવા સોશિયલ મીડિયાના જમાનામાં સાથે જ ગ્રાન્ડ વેડિંગના ચાલતા ટ્રેન્ડ વચ્ચે IPSIAS સાથે ખૂબ ઓછા ખર્ચે અને સાદગીપૂર્વક લગ્નના બંધને બંધાયા હોવાનું સામે આવ્યું છે.

મોટા પદ પર બેસેલા અધિકારીઓ સાદગી સાથે લગ્ન કર્યા
પ્રાપ્ત વિગતો અનુસાર,છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં તૈનાત ટ્રેઇની IAS અધિકારી યુવરાજ મર્મતે તેલંગાણા કેડરના IPS અધિકારી પી. મોનિકા સાથે લગ્ન કર્યા.તેમનો જયમાલા કાર્યક્રમ કોર્ટ રૂમમાં જ થયો હતો. સાદગી સાથે આ દંપતીએ એકબીજાને માળા પહેરાવી અને ત્યાં હાજર લોકોને મીઠાઈઓ વહેંચી. આ લગ્નમાં બે ફૂલોના હાર, મીઠાઈ અને કોર્ટ ફી સહિત કુલ 2 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યારે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર યુવરાજ મર્મતના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) ઓફિસર પી. મોનિકા સાથે સાદા લગ્ન ચર્ચામાં છે. ઓફિસર દંપતીએ ગયા અઠવાડિયે કોર્ટ મેરેજ કર્યા બાદ લગ્ન કર્યા હતા.જેમાં ખાસ વાત એ છે કે મોટા પદ પર બેઠેલા આ કપલે માત્ર 2000 રૂપિયામાં લગ્ન કરી લીધા હતા.

IAS અને IPSની જોડી પ્રતિભાશાળી
વર્ષ 2021માં UPSCમાં સિલેક્ટ થતા પહેલા યુવરાજ માર્કટની IIT BHUમાં પણ પસંદગી થઈ ચૂકી છે. બીજી તરફ IPS ઓફિસર પી.મોનિકાએ પેથોલોજીનો કોર્સ કર્યો છે. આટલું જ નહીં, ફિટનેસ, સ્પોર્ટ્સ સિવાય તેને બ્યુટી ફેશનમાં પણ રસ છે.કોર્ટ મેરેજ બાદ મોનિકા સાથે લગ્નના બંધનમાં બંધાયેલા IAS ઓફિસર યુવરાજ મરમત અને IPS ઓફિસર પી. IAS યુવરાજ મરમત છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં સહાયક કલેક્ટર છે. જ્યારે પી.મોનિકા તેલંગાણા કેડરમાં આઈપીએસ અધિકારી છે.

આ પણ વાંચો : શું તેજસ્વી અને કરન કુન્દ્રાએ લગ્ન કર્યા છે? જાણો શું છે હકીકત

Back to top button