ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે IAS મોના ખંધારની નિમણૂક


ગાંધીનગર, 21 નવેમ્બર : રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ હવે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ IAS મોના ખંધારની ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મોના ખંધાર ગુજરાતની 1996 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે.
જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરના મેનેજીંગ ડિરેકટર તરીકે નિયુક્ત કરવામાં આવેલા હતાં.
દરમિયાન રાજ્યના ગૃહ વિભાગ દ્વારા IPS હસમુખ પટેલે આ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. જે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.
ત્યારે હવે IPS હસમુખ પટેલનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર થતાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ખાલી પડેલી જગ્યાનો તેમજ સભ્યની જગ્યાનો હવાલો પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર (IAS)ને સોંપવામાં આવે છે.
આ પણ વાંચો :- Video: સ્વર્ગસ્થ પિતાની રાખમાંથી ઉગાડ્યો ગાંજો, કશ ખેંચ્યો અને બોલી…