IASને ગુજરાતમાં આવી સેલ્ફીબાજી કરવી ભારે પડી
- IAS અભિષેક સિંઘને છેવટે રાજીનામુ આપવુ પડયુ
- અમદાવાદના અસારવા મતક્ષેત્રમાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા હતા
- IAS અભિષેક સિંઘના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS
ગુજરાતમાં હીરોગીરી કરનારા UPના IAS અભિષેકસિંઘે રાજીનામું આપ્યું છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં સેલ્ફીબાજી કરવી ભારે પડી છે. ચૂંટણી પંચે અમદાવાદના અસારવા મતક્ષેત્રમાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે ફિલ્મી હિરો વીડિયો- ફોટોશુટ કરાવતો હોય તેમ તસ્વીરો ખેંચાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં આજથી વર્લ્ડકપ 2023નો પ્રારંભ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે
ઉત્તરપ્રદેશ કેડરના IAS અભિષેક સિંઘને છેવટે રાજીનામુ આપવુ પડયુ
ગત વર્ષે વિધાનસભા ચૂંટણી વેળા નવેમ્બર મહિનામાં ગુજરાતમાં ઓબ્ઝર્વર તરીકે આવેલા ઉત્તરપ્રદેશ કેડરના IAS અભિષેક સિંઘને છેવટે રાજીનામુ આપવુ પડયુ છે. અમદાવાદમાં અસારવા મતક્ષેત્રમાં ચૂંટણી ઓબ્ઝર્વર રહેતા તેમણે મુળ ફરજ અને જવાબદારીના પાલનને બદલે શહેરના વિવિધ સ્થળે સેલ્ફી લીધી હતી, સરકારી કાર, સુરક્ષા કર્મીઓને આજૂબાજુ ઉભા રાખીને જાણે ફિલ્મી હિરો વીડિયો- ફોટોશુટ કરાવતો હોય તેમ તસ્વીરો ખેંચાવી હતી. સોશિયલ મિડિયોમાં રજૂ કરી હતી. ભારતના ચૂંટણી કમિશને IAS સિંધ સામે કાર્યવાહીનો આદેશ કરતા ફેબ્રુઆરી- 2023માં જ તેમને સસ્પેન્ડ કરાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: સિંધુભવન રોડ પરના સ્પા કાંડ બાદ પોલીસની આબરૂના લીરેલીરા થયા
IAS અભિષેક સિંઘના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS
ઉત્તરપ્રદેશ કેડરમાં વર્ષ 2011ની બેચના IAS અભિષેક સનદી અધિકારી અને તેમાંય જિલ્લા કલેક્ટર હોવા છતાંયે ટીવી સિરિયલ, વેબસિરિઝના અભિનેતા તરીકે કાર્યરત હતા. આ દરમિયાન ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જે કામગીરી સોંપી હતી તેના બદલે અમદાવાદમાં ‘હિરોગીરી’ કરતા ઝડપાયા હતા. ગતવર્ષે ચૂંટણીમાં બાપુનગર અને અસારવા એમ બે મતક્ષેત્રમાં ચૂંટણીનું કાર્ય સંભાળતા જ પ્રાઈવેટ કાર પર UP સ્ટાઈલથી ‘ઓબ્ઝર્વર’નું લાલપાટિયુ અને ફ્લેશલાઈટ મૂકીને ક્લિક કરેલી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટ્સમાં મુકી હતી. આવા આછકલાપણાને પગલે ચૂંટણી પંચે તત્કાળ અસરથી તેમને ઓબ્ઝર્વર તરીકે હટાવ્યા હતા. બાદમાં ઉત્તરપ્રદેશ સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. હવે તેમણે IASમાંથી જ રાજીનામું આપ્યુ છે. ઉલ્લેખનિય છે કે, IAS અભિષેક સિંઘના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS છે અને હાલમાં તેઓ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લા કલેક્ટર છે.