ડુમસ જમીન કૌભાંડ મામલે IAS આયુષ ઓક સસ્પેન્ડ, રાજ્ય સરકારનું મોટું પગલું


- સુરત કલેક્ટર તરીકે રૂ.2 હજારના ગોટાળાનો હતો આક્ષેપ
ગાંધીનગર, 10 જૂન : જમીન કૌભાંડ મામલે રાજ્ય સરકાર આકરાં પાણીએ છે. હાલ સરકારે મોટું પગલું ભર્યું છે. જેમાં સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા રૂ.2000 કરોડના ગોટાળા બદલ વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે.
આયુષ ઓકે પૂર્વ કલેક્ટરની ઉપરવટ જઈને હુકમ કર્યાનો આક્ષેપ
મહત્વનું છે કે, આયુષ ઓક દ્વારા ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવામાં આવ્યો હતો. જે આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ? તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઇ રહ્યો છે. રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે. જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.