ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એરફોર્સમાં પહેલીવાર ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન મહિલાના હાથમાં, જાણો- કોણ છે ગ્રુપ કેપ્ટન?

Text To Speech

ભારતીય વાયુસેનાએ પશ્ચિમી ક્ષેત્રમાં ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન ગ્રુપ કેપ્ટન શાલિજા ધામીને સોંપીને મહિલાઓના પ્રતિબંધોને તોડી નાખ્યા છે. ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલાને આ જવાબદારી મળી છે. મેડિકલ સ્ટ્રીમમાંથી બહાર આવતી મહિલા અધિકારીઓને સેનાએ કમાન સોંપવાનું શરૂ કરી દીધું છે. તેમાંથી 50 મહિલાઓ એવી હશે કે તેઓ ઉત્તરીય અને પૂર્વીય ઓપરેશનલ વિસ્તારોમાં એકમોનું નેતૃત્વ કરશે.

Group Captain Shaliza Dhami
Group Captain Shaliza Dhami

ગ્રુપ કેપ્ટન ધામીને વર્ષ 2003માં હેલિકોપ્ટર પાઈલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શાલિજા પાસે 2 હજાર 800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તે ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર છે. તેમણે વેસ્ટર્ન એરિયામાં હેલિકોપ્ટર યુનિટના ફ્લાઈટ કમાન્ડર તરીકે પણ સેવા આપી છે. ભારતીય સેનામાં ગ્રુપ કેપ્ટનનો હોદ્દો આર્મી કર્નલની સમકક્ષ છે.

કોણ છે શાલિજા ધામી?

શાલિજાનો જન્મ પંજાબના લુધિયાણાના શહીદ કરતાર સિંહ સરાભા ગામમાં થયો હતો. અહીંથી જ તેમને દેશ માટે કંઇક કરી છૂટવાની ઈચ્છા હતા. આ ગામનું નામ દેશની આઝાદીમાં પ્રશંસનીય યોગદાન આપનાર શહીદના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શાલીજાના માતા-પિતા સરકારી નોકરી કરતા હતા. પિતા હરકેશ ધામી વીજળી બોર્ડમાં અધિકારી હતા અને માતા દેવ કુમારી પાણી પુરવઠા વિભાગમાં હતા. શાલિજાએ તેનું પ્રારંભિક શિક્ષણ સરકારી શાળામાંથી કર્યું અને બાદમાં ઘુમર મંડીની ખાલસા કોલેજમાંથી બીએસસી કર્યું.

Captain Shaliza Dhami
Captain Shaliza Dhami

ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી વખતે શાલિજાની ફ્લાઈંગ એરફોર્સમાં પસંદગી થઈ. જો કે તેની ઊંચાઈને લઈને થોડી મૂંઝવણ હતી, પરંતુ બાદમાં તેને એરફોર્સમાં ભરતી કરવામાં આવી હતી. આ મામલે એરફોર્સ ઓફિસરનું કહેવું છે કે ધામીને એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ દ્વારા બે વખત કમાન્ડ આપવામાં આવ્યો છે. હાલમાં તે ફ્રન્ટલાઈન કમાન્ડ હેડક્વાર્ટરની ઓપરેશન બ્રાન્ચમાં પોસ્ટેડ છે.

Back to top button