ગુજરાતટોપ ન્યૂઝ

યુવરાજની ધરપકડ બાદ ટ્વિટર પર #I_Support_Yuvrajsinh ભારતમાં ટ્રેન્ડિંગ !

Text To Speech

ડમીકાંડ કેસમાં નામ જાહેર ન કરવા બાબતે પૈસા લેવાનો આરોપન લાગ્યા બાદ યુવરાજસિંહ જાડેજાને ભાવનગર SOG પોલીસ દ્વારા નિવેદન લેવા માટે સમન્સ પાઠવવામા આવ્યું હતું, ગઈકાલે ભાવનગર SOG પોલીસ સમક્ષ યુવરાજસિંહ પોતાનું નિવેદન આપવા હાજર થયા હતા. ત્યારબાદ આખા દિવસ દરમિયાન લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની મોડી સાંજે અટકાયત કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર ડમીકાંડમાં નામ જાહેર ન કરવા બદલ 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે.  યુવરાજ - Humdekhengenewsપોલીસ સમક્ષ હાજર થતાં પહેલા મીડિયા સાથે વાત કરતાં યુવરાજે કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આ કૌભાંડ 2004 થી શરૂ છે. અગાઉ પણ અનેક નામ આપ્યા હતા તેમ છતાં તેમણે કેમ જવાબ આપવા ન બોલાવ્યા. અત્યારે મારી સાથે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે. વધુમાં યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વઘાણીની પણ પૂછપરછ થવી જોઈએ અને સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ. વધુમાં યુવરાજે કહ્યું હતું કે મે ખેસ પહેર્યો નથી એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મને ગમે ત્યારે પતાઈ દેવામાં આવશે, હિત એન્ડ રનમાં પણ મને પતાવી શકે છે તેમ યુવરાજસિંહે કહ્યું હતું.

આ પણ વાંચો : PM મોદીને મારી નાખવાની ધમકી ! કેરળમાં હાઈ એલર્ટ, જાણો સમગ્ર મામલો

યુવરાજસિંહ પર હાલ સમગ્ર મામલે ડમીકાંડમાં તોડકાંડ કર્યો હોવાના આરોપ સર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર હાલ #I_Support_Yuvrajsinh ભારતમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં હાલ યુઝર્સ યુવરાજસિંહના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કોણ સાચું અને કોણ ખોટું તે આવનાર સમયમાં જોવું રહ્યું.

Back to top button