ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસંવાદનો હેલ્લારોસ્પોર્ટસ

કાશ ભાઈની સાથે વધુ એક દિવસ વિતાવી શકી હોતઃ એન્ડ્રયૂ સાયમન્ડ્સની બહેન લુઈસ

Text To Speech

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એન્ડ્રયૂ સાઇમન્ડ્સનુ શનિવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં નિધન થયું છે. તાજેતરમાં જ દુનિયાને અલવિદા કહેનાર ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થતાં સમગ્ર ક્રિકેટ જગતમાં ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. આ દર્દમાંથી ક્રિકેટ ચાહકો ઉભર્યા પણ ન હતા અને શનિવારે બીજા એક ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અચાનક અનંતની સફરે ચાલ્યા ગયા છે. 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનારા એન્ડ્રયૂ સાયમન્ડ્સના અવસાનથી ક્રિકેટ જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ તમામની વચ્ચે એન્ડ્રયૂ સાયમન્ડ્સની બહેન લુઈસનો એક પત્ર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

‘ઈશ્વર તારી અનંતની યાત્રાને…’
એન્ડ્રયૂ સાયમન્ડ્સના અવસાન બાદ વિશ્વભરમાંથી શોક સંદેશ પાઠવવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એન્ડ્રયૂ સાયમન્ડ્સની બહેનનો એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એન્ડ્રયૂ સાયમન્ડ્સની બહેન લુઈસ લખે છે કે, કાશ ભાઈને વધુ એક કોલ કરી શકતી, કાશ ભાઈ સાથે વધુ એક દિવસ વિતાવી શકતી. અકાળે તે આરંભેલી અનંતની યાત્રા મારા માટે આઘાતજનક છે. હું ભાંગી પડી છું, ભાઈ હું તને ખુબ ચાહુ છુ અને હંમેશા ચાહતી રહીશ. ઈશ્વર તારી અનંતની યાત્રાને શાંતિપૂર્ણ બનાવે….

એન્ડ્રયૂ સાયમન્ડ્સ ક્રિકેટર તરીકેની સફર
એન્ડ્રયૂ સાયમન્ડ્સ ઓલરાઇન્ડર ક્રિકેટર હતો. તેને ઓસ્ટ્રેલિયા તરફથી 1998થી 2009 સુધી ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો ખેલાડી હતો. પોતાની ટીમ માટે 26 ટેસ્ટ મેચ રમીને તેણે 41 ઇનિંગ્સમાં 40.6ની એવરેજથી 1462 રન બનાવ્યા. આ સિવાય તેના બેટએ 198 ODIની 161 ઇનિંગ્સમાં 5088 રન બનાવ્યા અને 14 T20I મેચોની 11 ઇનિંગ્સમાં 48.1ની એવરેજથી 337 રન બનાવ્યા હતા. બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 24, ODI ક્રિકેટમાં 133 અને T20Iક્રિકેટમાં આઠ વિકેટ ઝડપી છે. આઈપીએલમાં હૈદરાબાદ ડેક્કેન ચાર્જર્સે 1.35 મિલિયન ડૉલરમાં ખરીદ્યા હતા.આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ તરફથી પણ રમી ચુકીયો છે.

સાયમન્ડ્સની જાણીતી મંકીગેટ ઘટના
2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે, ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે તેમને મંકી (બંદર) કહ્યા હતા. જોકે, સચિન આ ઘટનાના સાક્ષી હતા. અને ભારતીય ઓફ સ્પિનરને આ મામલે સુનાવણી બાદ ક્લીન ચીટ મળી હતી. આ ઘટનાને ‘મંકીગેટ’ કહેવામાં આવે છે. આ ઉપંરાત દારુ પીવા સંબંધિત અને અન્ય મુદ્દાને લઈને 2009માં નિયમો તોડવા બદલ T20 વિશ્વકપમાં રમવા દેવાયા ન હતા.
અને ઓસ્ટ્રેલિયા પરત મોકલવામાં આવ્યા હતા.

સચિન તેંડુલકરે એડ્રયુના નિધન પર શોક વ્યક્ત કર્યો
સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું કે, “એન્ડ્ર્યુ સાયમન્ડનું નિધન આપણા બધા માટે આઘાતજનક સમાચાર છે. તે માત્ર એક તેજસ્વી ઓલરાઉન્ડર જ નહીં પરંતુ મેદાન પર જીવંત પણ હતા. મેં મુંબઈ ઈન્ડિયન્સમાં સાથે ઘણો સારો સમય પસાર કર્યો હતો.”યાદો. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે”

Back to top button