વર્લ્ડવીડિયો સ્ટોરી

‘મારા લગ્ન કરાવશો તો જ ભણીશ’, 13 વર્ષના બાળકે જીદ કરીને નિકાહ કરી જ લીધા, જૂઓ વીડિયો

Text To Speech
  • કહેવાય છે કે માતા-પિતાએ સંતાનોની જીદ સામે ઝૂકવું પડે છે, તેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે

પાકિસ્તાન, 26 ફેબ્રુઆરી: આમ તો લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર 21 વર્ષ માનવામાં આવે છે. પરંતુ આજે પણ ઘણા લોકો લગ્નની ઉંમર અને તમામ વિધિઓ જૂની પરંપરાઓ પ્રમાણે કરે છે. આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને બાળ લગ્નનું ઉદાહરણ કહી શકાય. બાળકની એક જીદના કારણે તેના માતા-પિતાએ તેની 13 વર્ષની ઉંમરે લગ્ન કરાવવા પડ્યા છે. આ મામલો પાકિસ્તાનનો હોવાનું કહેવાય છે.

13 વર્ષની ઉંમરે છોકરો વર બન્યો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો છોકરો તેની દુલ્હન સાથે વરરાજાના પોશાકમાં ઊભો જોવા મળી રહ્યો છે. છોકરાની ઉંમર 13 વર્ષ છે, જ્યારે છોકરીની ઉંમર 12 વર્ષ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, છોકરાએ તેના માતા-પિતા સમક્ષ એવી શરત મૂકી હતી કે તેમને તેની જીદ સામે ઝૂકવું પડ્યું હતું. છોકરાએ શરત રાખી હતી કે, ‘જ્યાં સુધી તેના લગ્ન નહિ કરાવે ત્યાં સુધી તે ભણશે નહીં.’ બાળકની જીદ સામે તેના માતા-પિતાએ ઝૂકવું પડ્યું હતું અને તેમના છોકરાના લગ્ન તેની જ પસંદની છોકરી સાથે કરાવી દીધા હતા. વાસ્તવમાં, પાકિસ્તાનમાં લગ્ન માટે યોગ્ય ઉંમર છોકરાઓ માટે 18 વર્ષ અને છોકરીઓ માટે 16 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ પછી પણ છોકરાના પરિવારે તેની સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યા છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by Salaam! Pakistan (@salaam_pakistan)

વીડિયો જોયા બાદ લોકોએ શું કહ્યું?

સલામ પાકિસ્તાન નામના પેજ પરથી આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.’ બીજાએ લખ્યું, ‘પાકિસ્તાનમાં આને કાયદાકીય રીતે સાચું માનવામાં આવશે કે ખોટું?’ ત્રીજાએ લખ્યું, ‘વાહ, દુલ્હન ખૂબ જ સુંદર લાગે છે.’ જ્યારે ઘણા લોકોએ કહ્યું કે, ‘આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોઈ શકે છે.’

આ પણ વાંચો: પાકિસ્તાનમાં એક મહિલા મોબલિંચિંગથી માંડમાંડ બચી, જાણો શું થયું?

Back to top button