ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હું શીશમહેલમાં રહીશ નહીં: મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ચોખવટ કરી દીધી

Text To Speech

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2025: રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે તે પહેલા સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ કેજરીવાલ દ્વારા તૈયાર કરવામાં આવેલા શીશમહેલમાં રહેશે નહીં. તેમણે કહ્યું કે, શીશમહેલમાં નહીં રહું.

શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થતાં પહેલા જ્યારે રેખા ગુપ્તા સાથે પૂછપરછ કરવામાં આવી કે શું તેઓ શપથ ગ્રહણ બાદ શીશ મહેલમાં રહેશે તો દિલ્હીના મનોનીત સીએમે કહ્યું કે નહીં, નહીં, હું શીશમહેલમાં નહીં રહું.

સાથે જ રેખા ગુપ્તાએ ભાજપના ચૂંટણી વાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 2500 રુપિયાનો પહેલો હપ્તા આઠ માર્ચ સુધી દિલ્હીની મહિલાઓના ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને પુરા કરવામાં દિલ્હીમાં ભાજપના તમામ 48 ધારાસભ્યોની જવાબદારી છે. અમે અમારા તમામ વાયદાઓ પુરા કરીશું. જેમાં મહિલાઓને આપવામાં આવતી માસિક મદદ રકમ પણ સામેલ છે. મહિલાઓના ખાતામાં આઠ માર્ચ સુધીમાં 2500 રુપિયા આવવાના શરુ થઈ જશે.

ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ બાદ પ્રચંડ બહુમત સાથે દિલ્હીની સત્તામાં વાપસી કરી છે. ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા આજે રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે છ કેબિનેટ મંત્રી પણ શપથ લેવાના છે.

આ પણ વાંચો: દિલ્હીની મહિલાઓને માસિક 2500 રૂપિયાની સહાયતા ક્યારે મળશે? રેખા ગુપ્તાએ જણાવ્યું કારણ

Back to top button