ટોપ ન્યૂઝનેશનલ

“હું ટૂંક સમયમાં CM યોગીને મારી નાખીશ” ધમકી મળતા UPમાં હડકંપ

  • ફરી એકવાર યોગી આદિત્યનાથને મળી મારી નાખવાની ધમકી
  • સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • ધમકી મળતાની સાથે જ ATS સહિત તપાસ એજન્સીઓ એલર્ટ

યુપીના સીએમ યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને આ ધમકી આપી છે, જેના પછી હોબાળો મચી ગયો છે. સીએમ યોગીને મળેલી ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સીએમ યોગીને ધમકી મળ્યા બાદ સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

CM યોગી આદિત્યનાથને મળી ફરી મળી ધમકી

જાણકારી મુજબ 23 એપ્રિલની રાત્રે વોટ્સએપ નંબર 112 પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ કોમ્યુનિકેશન ઓફિસર શિખા અવસ્થીએ લીધો હતો, જેમાં સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તેણે આ મેસેજનો સ્ક્રીન શોટ લીધો અને તરત જ વરિષ્ઠ અધિકારીને જાણ કરી.આ મામલે હવે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે આ ધમકી આપનાર વ્યક્તિ કોણ છે? પોલીસ આરોપીને શોધી રહી છે.

યોગી આદિત્યનાથ -humdekhengenews

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ લખનઉમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે ‘ડાયલ 112’ (ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઈમરજન્સી સેવાઓ માટે શરૂ કરાયેલ નંબર) પર એક મેસેજ દ્વારા ધમકી મળી હતી, જેમાં વ્યક્તિએ કહ્યું હતું કે, “હું ટૂંક સમયમાં સીએમ યોગીને મારી નાખીશ”. ધમકી મળ્યા બાદ ‘112’ના ઓપરેશન કમાન્ડરે પોલીસ સ્ટેશન સુશાંત ગોલ્ફ સિટીમાં કેસ નોંધાવ્યો છે. ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 506, 507 અને IT એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા ફેસબુક પર પણ આપી હતી ધમકી

આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગી આદિત્યનાથને આ રીતે ધમકી આપવામાં આવી હોય, યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાઓને કારણે તેમને ઘણી વખત ધમકી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા પણ તેને ફેસબુક દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.આ પોસ્ટમાં સીએમ યોગીને ગોળી મારી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી હતી.

 આ પણ વાંચો : ગુજરાત પોલીસે મહાઠગ કિરણ પટેલની કસ્ટડી J&K પોલીસને સોંપી

Back to top button