હું તો જઈશ, રામ મંદિરનું નિર્માણ થાય એ સપનું મારા પૂર્વજ જોતા હતાઃ અનુપમ ખેર
- પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરી, 2024 ના રોજ થશે, જેમાં માત્ર થોડા દિવસો જ બાકી છે અને તેના માટે ઘણા દિગ્ગજોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. બોલિવુડ અભિનેતા અનુપમ ખેરને પણ આ માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
અયોધ્યા, 18 જાન્યુઆરીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, બીજી બાજુ દેશવાસીઓ પણ આ દિવસને બીજી દિવાળી તરીકે ઉજવવા ઉત્સાહિત છે. શહેરની સોસાયટીઓએ ભજન-કીર્તન અને જમણવારનો પ્લાન પણ કરી લીધો છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરી, 2024 ના રોજ થશે, જેમાં માત્ર થોડા દિવસો જ બાકી છે અને તેના માટે ઘણા દિગ્ગજોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ મળ્યું છે. તેને લઈને અભિનેતા અનુપમ ખેર ખુશ છે.
અભિનેતાએ ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો છે. તેઓ આ ઉદ્ઘાટન સમારોહમાં ચોક્કસપણે હાજરી આપશે. તેમણે કહ્યું કે તે આ ફંક્શનમાં ભાગ લેવા માટે તેઓ ઉત્સાહિત છે. આ સિવાય પણ વીડિયોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે.
जय श्री राम!
मैं 22 जनवरी को अयोध्या अपने पूर्वजों और ख़ासकर अपने दादा जी पंडित अमरनाथ जी का प्रतिनिधित्व करूँगा! ये सब राम मंदिर की स्थापना का सपना देखते थे! मेरे सभी कश्मीरी हिंदू भाई बहन आत्मिक रूप से मेरे साथ होंगे! 🙏
श्री राम लल्ला का अयोध्या लौटना यह विश्वास जगाता है कि,… pic.twitter.com/If8BVdmjvD— Anupam Kher (@AnupamPKher) January 18, 2024
મારા પૂર્વજો સપનું જોતા હતાઃ અનુપમ ખેર
અભિનેતા અનુપમ ખેરે ટ્વિટર પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનથી તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક દિવસના સમારંભમાં ભાગ લઈને પોતાના પૂર્વજોનું પ્રતિનિધિત્વ કરશે. અભિનેતાએ લખ્યું છે કે ‘હું 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મારા પૂર્વજો અને ખાસ કરીને મારા દાદા પંડિત અમરનાથજીનું પ્રતિનિધિત્વ કરીશ! આ બધા રામ મંદિરની સ્થાપનાનું સપનું જોતા હતા. મારા તમામ કાશ્મીરી હિન્દુ ભાઈ-બહેનો આત્માથી મારી સાથે હશે.’
તેમણે આગળ લખ્યું છે કે શ્રીરામ લલ્લાનું અયોધ્યા પરત ફરવું એ આત્મવિશ્વાસ જગાડે છે કે જેની પણ અવધપુરી ક્યાંકને ક્યાંક છુટી ગઈ છે તેને એક દિવસ તે જરૂર મળશે. આ શ્રીરામના જ આશીર્વાદ છે કે મને આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવાનો અને તમારી સાથે ખુશી વહેંચવાનો અવસર મળ્યો છે. હું તમારા બધા માટે પણ પ્રાર્થના કરીશ.
આ સેલિબ્રિટીઝને મળી ચુક્યું છે આમંત્રણ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભ માટે અત્યાર સુધી બોલિવૂડ અને ક્રિકેટ જગતમાંથી દેશના તમામ દિગ્ગજોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ ભવ્ય કાર્યક્રમ માટે દેશભરમાંથી 6 હજાર સેલિબ્રિટીઝને આમંત્રણ પત્રો આપવામાં આવ્યા છે. અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, કંગના રનૌત, મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ઘણા દિગ્ગજ લોકોને રામ મંદિરના ઉદ્ઘાટન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા ઉદિત રાજ માને છે કે, 22 જાન્યુઆરી પછી કળિયુગ શરૂ થશે!