રાહુલ ગાંધીની જીભ કાપનારને હું 11 લાખનું ઈનામ આપીશ: શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય
- શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન
બુલઢાણા, 16 સપ્ટેમ્બર: મહારાષ્ટ્રના બુલઢાણામાં શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “જે કોઈપણ રાહુલ ગાંધીની જીભ કાપીને લાવશે તેને હું 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ.”
VIDEO | Shiv Sena (Shinde) MLA Sanjay Gaikwad announced a reward of Rs 11 lakh to anyone who will “chop off the tongue” of Congress leader Rahul Gandhi over his statements on reservation in the US. Here’s what he said:
“Rahul Gandhi’s statement in which he talked about ending… pic.twitter.com/Y77oBANQOv
— Press Trust of India (@PTI_News) September 16, 2024
સંજય ગાયકવાડે બીજું શું કહ્યું?
રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપવામાં આવેલા અનામત અંગેના નિવેદન પર મહારાષ્ટ્ર શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. આ ઉપરાંત ધારાસભ્ય ગાયકવાડે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર દલિતો અને આદિવાસીઓની અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ગાયકવાડે કહ્યું કે, બાબાસાહેબ આંબેડકરે મહારાષ્ટ્ર અને દેશના પછાત અને દબાયેલા દલિતો, આદિવાસીઓ અને OBC લોકોને બંધારણમાં આરક્ષણ આપ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશ જઈને એવું નિવેદન આપે છે કે, તેઓ અનામત ખતમ કરવા માંગે છે. આનો અર્થ તો એ થયો કે કોંગ્રેસે તેનો અસલી ચહેરો લોકોને બતાવી દીધો છે. તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. મોદી લોકસભા ચૂંટણી દરમિયાન બંધારણ બદલશે. આવી નકલી અને નકારાત્મક વાતો ફેલાવીને મત લેવામાં આવ્યા હતા. આજે તેઓ OBC, દલિત અને આદિવાસીઓ માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. ગાયકવાડે સ્પષ્ટ કહ્યું કે, જે કોઈ તેની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ.
આ પણ જૂઓ: ‘પીએમ મોદીનું મગજ સડેલું છે’ વડાપ્રધાન વિશે સંજય રાઉતનું વિવાદિત નિવેદન