ટોપ ન્યૂઝનેશનલ

‘હું મારા જૂતાંની દોરી બાંધી રહ્યો હતો, રાહુલ ગાંધીની નહીં’, કોંગ્રેસના નેતાએ ભાજપનો દાવો ફગાવ્યો

જયપુરઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની યાત્રાને લઈને ફરી એકવખત વિવાદમાં સપડાયા છે. ભાજપના એક નેતાએ રાહુલ ગાંધી પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહ પાસે યાત્રા દરમિયાન પોતાના જૂતાંની દોરી બંધાવી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સિંહે સ્પષ્ટતા કરતા ભાજપને ચેતવણી આપી છે. અમિત માલવીયએ એક વીડિયો ક્લિપને આ દાવાની સાથે શેર કરી હતી કે રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પાસે પોતાના જૂતાંની દોરી બંધાવી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભંવર જિતેન્દ્ર સિંહે ભાજપના આરોપને ખોટા ગણાવ્યા છે અને કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના જૂતાંની નહીં પરંતુ પોતાના જૂતાંની દોરી બાંધી રહ્યાં હતા.

કોંગ્રેસે ભાજપના દાવાને ફગાવ્યો
કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સિંહે ભાજપના દાવાને ફગાવવાની સાથે જ અમિત માલવીય વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. અમિત માલવીયએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓની સાથે ચાલતા જોવા મળે છે. 20 સેકન્ડની આ ક્લિપમાં રાહુલ ગાંધી જિતેન્દ્ર સિંહને થપથપાવતા અને જમીન તરફ ઈશારો કરતા જોવા મળ્યા, જે બાદ જિતેન્દ્ર સિંહ જૂતાંની દોરી બાંધવા માટે ઝુકી ગયા.

ભાજપ માફી માગે
અમિત માલવીયના આરોપ પછી કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયામાં સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના જૂતાંની દોરી બાંધી રહ્યાં હતા, રાહુલ ગાંધીની નહીં. સાચું તો એ છે કે મારા કહેવા પર રાહુલજીએ રોકાવવાનો ઈશારો કર્યો કે જેથી હું મારા જૂતાંની દોરી બાંધી શકું. કોંગ્રેસ નેતાએ અમિત માલવીયને ટ્વીટ ડિલીટ કરવાનો અને રાહુલ ગાંધીની માફી માગવાનો કે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી આપી છે.

સુપ્રિયા શ્રીનેતનો ભાજપ પર કટાક્ષ
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે આ મુદ્દાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરી કહ્યું- હે ફેક ન્યૂઝ પેડલર અમિત માલવીય, આ રહી રાહુલ ગાંધીના જૂતાંની એક તસવીર, જે દોરી વગરના છે. તમે ફરી એકવખત જૂઠું બોલતા પકડાઈ ગયા જો કે તમારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધા મોદી દ્વારા દરરોજ ખોટું બોલવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તેમણે પણ કહ્યું કે ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીની માફી માગવી જોઈએ.

Back to top button