આઉટ કરવો છે યાર તેને, આઉટ કોણ કરશે, હું? જાડેજાને રોહિતની ઓન ધ સ્પોટ સલાહ, જૂઓ વીડિયો
- લોકો હંમેશા રોહિત શર્માની સ્ટંપ પાછળની વાતોને સાંભળવી પસંદ કરે છે
HD ન્યૂઝ ડેસ્ક, 27 ડિસેમ્બર: ભારતીય કેપ્ટન રોહિત શર્મા સ્ટમ્પની આસપાસ હોય છે, ત્યારે લોકો હંમેશા તેની વાતોને સાંભળવી પસંદ કરે છે. તે જે ભાષા અને શૈલીમાં પોતાના સાથી ખેલાડીઓને સલાહ આપે છે અથવા કોઈ ફરિયાદ કરે છે તેને ચાહકો પસંદ કરે છે. બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે પણ કંઈક આવું જ જોવા મળ્યું, જ્યારે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને પૂછ્યું કે, આઉટ કોણ કરશે, હું? જાડેજાને અલગ ફિલ્ડ ગોઠવવા ઈચ્છતો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, તે તરફ લાંબી બાઉન્ડ્રી છે અને તે હિટ કરવાના ચક્કરમાં વિકેટ મળી શકે છે.
જૂઓ વીડિયો
Absolutely hilarious! 😂@ImRo45‘s latest stump mic moment is pure gold! Don’t miss it! 😂#AUSvINDOnStar 👉 4th Test, Day 2 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/R1BQmbtFNc
— Star Sports (@StarSportsIndia) December 27, 2024
રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે શું વાતચીત થઈ?
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઓવર પહેલા રોહિત શર્મા કહે છે કે, “ત્યાં(બોલ) નહીં જાય, યાર.” તે આગળ કહે છે, “ત્યાં આઉટ થઈ જશે. બાઉન્ડ્રી ઘણી લાંબી છે, યાર. આપણે તેને આઉટ કરવાનું જોવાનું છે યાર. આઉટ કોણ કરશે તો પછી, હું? મારે ફરીથી બોલિંગ કરવી પડશે. ” મેલબોર્નમાં MCG ખાતે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો બીજો દિવસ ભારત માટે સારો રહ્યો ન હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા સેશનમાં ઘણા રન બનાવ્યા હતા અને પછી બીજા સેશનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, પરંતુ આ પછી જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા આવી ત્યારે રોહિત શર્મા વહેલો આઉટ થઈ ગયો હતો.
ભારત માટે સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહ
આ મેચની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટનનો નિર્ણય સાચો સાબિત થયો, કારણ કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્ટીવ સ્મિથે જોરદાર સદી ફટકારી હતી જ્યારે સેમ કોંન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી હતી. કેપ્ટન પેટ કમિન્સે 49 રન બનાવ્યા હતા. ભારત માટે સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહ રહ્યો, જેણે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. રવિન્દ્ર જાડેજાને ત્રણ અને આકાશ દીપને બે વિકેટ મળી હતી. વોશિંગ્ટન સુંદરને એક સફળતા મળી.
આ પણ જૂઓ: ઑસ્ટ્રેલિયા 474 રનમાં ઓલઆઉટ, સ્મિથના 140 રન, બુમરાહની 4 વિકેટ