ટ્રેન્ડિંગમનોરંજન

મારે તમારી સાથે ડેટ કરવું છેઃ અરે ના ના મારી તો ઉંમર થઈ ગઈઃ KBCમાં જોવા મળ્યાં રોમાંચક દૃશ્યો

Text To Speech
  • જોકે પછી બિગ બી કહે છે, પહેલા તે 10 સવાલોના સાચા જવાબ આપે પછી જ ડેટ વિશે વિચારે. આ ત્રણ લેડી સુપર સંદુક રમે છે અને માત્ર 60,000 રૂપિયા જ જીતી શકે છે.

મુંબઇઃ “મારે તમારી સાથે ડેટ કરવું છે. ના ના, મારી તો ઉંમર થઈ ગઈ છે…” આવા ડાયલોગ કેબીસીના શોમાં જોવા-સાંભળવા મળ્યા હતા.

હા, તો વાત જાણે એમ છે કે, કોન બનેગા કરોડપતિ-15ના લેટેસ્ટ એપિસોડ રાજસ્થાનથી આવેલી ક્ષત્રિયાણી તેજકન્યા રાઠોડ, ગરિમા અને અંજલિ સાથે શરૂ થાય છે. આ એપિસોડમાં તેઓ 1,60,000 રુપિયા જીતે છે. બિગ બીએ પહેલો સવાલ 3,20,000 રુ. માટે પૂછ્યો હતો. રામાયણ પ્રમાણે કયુ સ્થળ નિકુંભિલા તરીકે જાણીતું છે.

તેજકન્યા સુપર સંદુક રાઉન્ડ રમવા માટે આગળ આવે છે. આ સમયે તે બિગ બી સાથે કેટલીક વાતોને શેર કરે છે. એકદમ પરંપરાગત વસ્ત્રોમાં આવેલી આ ધાકડ ક્ષત્રિયાણી તેની વાતોથી બિગ બીને પણ આશ્વર્યમાં મુકી દે છે અને બચ્ચન તેની સામે જોતા રહી જાય છે.

તે બિગ બીને કહે છે તેણે મુંબઇમાં ઘણો સારો સમય વીતાવ્યો છે. તેણે મુંબઇમાં સ્ટાઇલિશ વસ્ત્રો પહેરીને સારા ફુડની પણ મજા લીધી છે. આ સાથે તેણે પોતાની એક ઇચ્છા બિગ બી સાથે શેર કરી જેણે બિગ બીને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું કે જો તે સુપર સંદુક રાઉન્ડ જીતશે તો તે બિગ બી સાથે ડેટ પર જવા ઇચ્છે છે.

કોન બનેગા કરોડપતિ-15માં સ્પર્ધકે બિગ બી સાથે ડેટિંગની ઇચ્છા વ્યક્ત કરી, શું કહ્યુ બચ્ચને? hum dekhenge news

શું કહ્યું બોલિવુડના શહેનશાહે?

અમિતાભ બચ્ચન આ લેડી સામે તાકી રહે છે અને કહે છે, ડેટ પર જવાના તો ઘણા મતલબ થઇ શકે છે. તેજકન્યા કહે છે, તમને ઠીક લાગે તે મતલબ લઇ લો, સર. બિગ બી તેજકન્યાની ટીખળ કરતા કહે છે, ડેટનો મતલબ ખજૂર પણ થઇ શકે. તેજકન્યા આ વાતનો પણ હોશિયારી પૂર્વક જવાબ આપતા કહે છે, તેને મેગા સ્ટાર સાથે ખજૂર ખાવામાં પણ વાંધો નથી. પછી બિગ બી થોડા સિરિયસ બનીને કહે છે, હમારી જો ઉમ્ર હે વો અબ ડેટ વેટ કે લાયક નહિ હે… ઓર મહિલાઓ કે સાથે બહેસ નહિ કરની ચાહિયે! જોકે ત્રણ મહિલાઓ તેમની આ વાત સાથે સહમત થતી નથી અને કહે છે કે તેઓ તો હજુ જુવાન છે. જોકે પછી બિગ બી કહે છે, પહેલા તે 10 સવાલોના સાચા જવાબ આપે પછી જ ડેટ વિશે વિચારે. આ ત્રણ લેડી સુપર સંદુક રમે છે અને માત્ર 60,000 રૂપિયા જ જીતી શકે છે.

આ પણ વાંચોઃ દિશા-ટાઇગરનું બ્રેક અપ થયું જ ન હતું કે પછી પેચ-અપ થયું?

Back to top button