મને પત્ની જઈએ છે! આ રાજ્યના યુવકે લખ્યો પત્ર
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોમ છે જ્યાં દુનિયાના કોઈ પણ છેડેથી ઘટના, અનોખા વિષય પર ચર્ચા, તેમજ વિચિત્ર સામગ્રી બહુ જ ટુક સમયમાં વાઈરલ થઇ જાય છે ત્યારે એવી જ રીતે એક અજીબ પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થતો જોવા મળ્યો છે. જેમાં એક રાજસ્થાનના દૌસા જિલ્લાના આધેડ પોતાના માટે પત્નીની માંગણી કરી રહ્યો છે. તેણે આ ફરિયાદ પત્ર બીજે ક્યાંય જમા કરાવ્યો નથી પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા ચલાવવામાં આવતા મોંઘવારી રાહત શિબિરમાં લઈ ગયો છે. આ પત્ર વાંચીને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.
આ કેમ્પમાં યુવકે કરી અરજી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જણાવવામાં આવ્યું કે આ દિવસોમાં રાજસ્થાન સરકાર મોંઘવારી રાહત કેમ્પ ચલાવી રહી છે. મોંઘવારી રાહત કેમ્પમાં જનતાને રાહત આપવાનું જણાવાયું હતું. આ કેમ્પમાં આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એવું બન્યું કે 3 જૂને દૌસાના રહેવાસી કલ્લુ મહાવરે કેમ્પમાં પોતાની અરજી સબમિટ કરી હતી કે ‘હું એકલો છું, મને પત્નીની જરૂર છે.’
યુવકે રાખી આ 5 સરતો
આ પત્રમાં એ પણ લખવામાં આવ્યું હતું કે સર, ઉપરોક્ત વિષય હેઠળ વિનંતી છે કે મારા ઘરેલું સંજોગો પ્રતિકૂળ છે. હું ઘરે એકલો ચિંતિત છું. ઘરે બેસીને કામ કરી શકતો નથી. તેથી ઘરના કામ કરવા અને મને મદદ કરવા માટે પત્નીની જરૂર છે. અરજીમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે શ્રી જીને વિનંતી છે કે મને નીચેની પ્રાથમિકતા સાથે પત્ની આપવા માટે સખત મહેનત કરો. એટલું જ નહીં અરજીમાં એને એમ પણ ઉમેર્યું હતું કે મને પાતળી, ગોરી, 30 થી 40 વર્ષની ઉંમરની અને દરેક કામમાં અગ્રેસર હોવી જોઈએ. આ પછી, તહેસીલદાર, જેમણે આ અરજી વાંચી, તેને ફોરવર્ડ કરી.
આ પણ વાંચો:Arrange Marriage કરવા જઇ રહ્યા હો તો પાર્ટનર વિશે આ જાણવુ જરૂરી