‘છ વર્ષમાં ઘણી વખત સુસાઈડ કરવાનું વિચાર્યુ’ MeTooના આરોપો મુદ્દે સાજિદે તોડ્યુ મૌન
- સાજિદ ખાને જણાવ્યું કે તે માનસિક અને શારીરિક રીતે એટલો હેરાન થઈ ગયો કે ઘણી વખત તેણે સુસાઈડ કરવાનું પણ વિચાર્યું હતું
2 જાન્યુઆરી, મુંબઈઃ પોતાની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘હાઉસફુલ’ બનાવનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સાજિદ ખાનનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે વર્ષ 2018માં તેની પર MeToo મુવમેન્ટ હેઠળ ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. ઘણી મોડલ અને અભિનેત્રીઓએ સાજિદ પર સેક્શુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ કારણે સાજીદ ખાન લાંબા સમય સુધી ગ્લેમર વર્લ્ડથી ગાયબ રહ્યો હતો. હવે તાજેતરમાં તેણે છેલ્લા 6 વર્ષમાં તેની પર શું વીત્યું તેનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે માનસિક અને શારીરિક રીતે એટલો હેરાન થઈ ગયો કે ઘણી વખત તેણે સુસાઈડ કરવાનું પણ વિચાર્યું હતું.
View this post on Instagram
MeTooના કારણે સાજિદ ખાન ગ્લેમર વર્લ્ડથી દૂર રહ્યો
54 વર્ષીય સાજિદ ખાન જ્યારે 2018માં ‘હાઉસફુલ 4’ બનાવી રહ્યો હતો, ત્યારે ઘણી મહિલાઓએ તેના પર યૌન ઉત્પીડન અને હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તે 6 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યો. તે છેલ્લે 2022 માં બિગ બોસ 16 માં જોવા મળ્યો હતો, જ્યાં તેણે તેની પરિસ્થિતિ વિશે ખુલાસો પણ કર્યો હતો. હવે તેણે આ મુદ્દે ખુલીને કહ્યું છે કે જ્યારે તે MeTooના આરોપો સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે તેણે પોતાનું ઘર વેચીને ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું કારણ કે તેના બધા પૈસા ખતમ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ નવા વર્ષે લગ્નના બંધનમાં બંધાયો ફેમસ પ્લેબેક સિંગર અરમાન મલિક, જુઓ ડ્રીમી વેડિંગની તસવીરો
ખુદને ખતમ કરવાનું અનેક વખત વિચાર્યું
સાજિદ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, છેલ્લા 6 વર્ષોમાં, મેં ઘણી વખત મારું જીવન ખતમ કરવાનું વિચાર્યું. તે ખૂબ જ ખરાબ સમયગાળો હતો, હું મારા કામથી દૂર થઈ ગયો, મારી પાસે કોઈ કામ નહોતું.
ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન તરફથી મંજૂરી મળી હોવા છતાં, હું આ તબક્કો જોઈ રહ્યો છું. હું મારા પગ પર ફરી ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. આવકના અભાવે મારે મારું મકાન વેચીને ભાડાના ફ્લેટમાં રહેવું પડ્યું. જ્યારે તમને કામ મળવાનું બંધ થાય છે, ત્યારે તમારા જીવન પર સવાલ ઉઠાવવાનું શરૂ થાય છે. હવે હું નરમ બની ગયો છું અને ટકી રહેવા માટે કામ કરવા માંગુ છું.
સાજિદે વધુમાં કહ્યું કે તે દરેક પરિસ્થિતિમાં ચૂપ રહેવાને યોગ્ય વિકલ્પ માને છે અને તેથી તે દરમિયાન તેણે તેના પર લાગેલા આરોપો વિશે ખુલીને વાત કરી ન હતી. સાજિદ ખાને હાઉસફુલ સીરીઝ, હે બેબી (2007), હમશકલ્સ (2014) જેવી ફિલ્મો બનાવી છે.
આ પણ વાંચોઃ ‘વિરાટ સામે અનુષ્કાને દીદી કહો’: અભિષેકે હોકી પ્લેયરને ટકોર કરી હતી, શું હતો મજેદાર કિસ્સો?