સ્પોર્ટસ

‘હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો’, મેસ્સીએ વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

Text To Speech

આર્જેન્ટિના FIFA WC 2022 ફાઇનલમાં ફ્રાન્સને રોમાંચક હાર આપીને ચેમ્પિયન બની ગયું છે. ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાના કેપ્ટન અને સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તેની ટીમની ઐતિહાસિક જીત બાદ મેસ્સીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈમોશનલ નોટ સાથે કેટલીક તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Leo Messi (@leomessi)

મેસ્સીએ ઈમોશનલ નોટ લખી હતી

આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને સુકાની લિયોનેલ મેસીએ તેની ટીમની જીત બાદ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરતા લખ્યું કે ‘મેં ઘણી વખત તેનું સપનું જોયું, હું તેને એટલું ઈચ્છતો હતો કે હું ક્યારેય પડી ન ગયો. હું માની શકતો નથી. મારા પરિવારનો, મને ટેકો આપનારા અને અમારામાં વિશ્વાસ રાખનારા તમામનો ખૂબ ખૂબ આભાર. અમે ફરી એકવાર દર્શાવીએ છીએ કે આર્જેન્ટિના જ્યારે અમે સાથે મળીને લડીએ છીએ અને એક થઈએ છીએ ત્યારે અમે જે કરવાનું નક્કી કર્યું છે તે હાંસલ કરવામાં અમે સક્ષમ છીએ. તે આ જૂથની સિદ્ધિ છે જે કોઈપણ વ્યક્તિથી ઉપર છે. આ અમારી તાકાત હતી કે અમે એ જ સપના માટે લડ્યા, આ આર્જેન્ટીનાનું સપનું હતું. અમે કર્યું’. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-3થી હરાવ્યું હતું.

આ મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આવ્યું

  • આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી
  • ફ્રાન્સની ટીમે પ્રથમ ગોલ કર્યો હતો
  • આર્જેન્ટિનાએ પણ પહેલો ગોલ કર્યો હતો
  • ફ્રાન્સ બીજી તક પર ગોલ ચૂકી ગયું
  • આર્જેન્ટિનાએ બીજી તક પર પણ ગોલ કર્યો
  • ફ્રાન્સ ત્રીજા પ્રસંગે પણ ગોલ કરી શક્યું ન હતું
  • આર્જેન્ટિનાએ ત્રીજો ગોલ કર્યો હતો
  • ફ્રાન્સે ચોથો ગોલ કર્યો હતો
  • આર્જેન્ટિનાએ સતત ચોથો ગોલ કરીને વર્લ્ડ કપ જીત્યો હતો.

આ પણ વાંચો : ‘અમને તમારા પર ગર્વ છે..’ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા

Back to top button