‘I Resign’ બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકો પાસેથી જબરદસ્તી રાજીનામું લેવાયું, જૂઓ વીડિયો
બાંગ્લાદેશ, 1 સપ્ટેમ્બર : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત આવતો દેખાતો નથી. હુમલા અને અત્યાચારનો સામનો કર્યા બાદ હવે હિંદુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. 5 ઓગસ્ટથી લગભગ 50 હિંદુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પડી છે.
આ રીતે ખુલાસો થયો
બાંગ્લાદેશ છાત્ર એક્યા પરિષદ, જે બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એક્યા પરિષદના વિદ્યાર્થી સંગઠન છે, એ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સરકારી બાકરગંજ કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રોય રાજીનામું આપી રહ્યા હોવાનો ફોટો પણ સામે આવ્યો છે. સાદા કાગળ પર “I Resign” લખીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું.
કેટલાક શિક્ષકોએ ઈન્ટરવ્યુ આપ્યું અને બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોના રાજીનામાની પુષ્ટિ કરી. સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશે કહ્યું, “દાદા, હું સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશનો છું. મને વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી અમે આ સમયે હું ખૂબ જ અસુરક્ષિતછું.
બાંગ્લાદેશમાં હિંસક સત્તા પરિવર્તન બાદ હિન્દુ પ્રાધ્યાપકો અને શિક્ષકોને રાજીનામાં આપવાની ફરજ પાડવામાં આવી હતી. કેટલાક કિસ્સામાં શિક્ષકો સાથે તેમના જ વિદ્યાર્થીઓ દ્વારા મારામારી પણ કરવામાં આવી હતી. pic.twitter.com/CHOzgJDd5n
— Hum Dekhenge News (@humdekhengenews) September 1, 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ગંભીર
ઢાકા યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર ડૉ. ચંદ્રનાથ પોદ્દારને વિદ્યાર્થીઓએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે શિક્ષકોએ ડરના કારણે કેમ્પસમાં ન આવવાનું નક્કી કર્યું હતું તેમને તેમના ઘરે જઈને અપમાનિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : જેડીયુમાં મોટો ફેરબદલ, રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી કેસી ત્યાગીનું રાજીનામું