ટ્રેન્ડિંગનેશનલ

‘મેં ગીતા-ઉપનિષદ વાંચ્યા’, પેરિસમાં ‘INDIA-ભારત’ મુદ્દે રાહુલનો કેન્દ્ર પર વાર

  • ભારત અને ઇન્ડિયાના નામ વચ્ચે રાજકારણમાં ઘમાશાન ચાલી રહ્યું છે. જોકે, વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓને આ બાબતે કોઈ ટિપ્પણી ન કરવા અપીલ કરી હતી

યૂરોપના પ્રવાસ હેઠળ ફ્રાંસ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વખત ફરી ભારત સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ પેરિસમાં ઇંડિયા-ભારત (INDIA-ભારત) નામ વિવાદ અને હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વાત કરી અને કહ્યુ કે જે લોકો કોઇ પણ વસ્તુનુ નામ બદલવા ઇચ્છે છે, ઇતિહાસ તેને નકારવાની કોશિશ કરે છે.

હાલમાં ભારત અને ઇન્ડિયાના નામ વચ્ચે રાજકારણમાં ઘમાશાન ચાલી રહ્યું છે. જોકે, વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓને આ બાબતે કોઈ ટિપ્પણી ન કરવા અપીલ કરી હતી, પરંતુ વિપક્ષ આ મામલે સરકારને ઘેરવામાં કોઈ ચૂક કરી રહ્યું નથી. વિપક્ષ દ્વારા સતત આ મામલે સરકાર વિરુધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ વિદેશ જઇને પણ આ મુદ્દે ઝેર ઓકવામાં પાછી પાની કરી નથી.

રાહુલ ગાંધીએ બંધારણનો કર્યો ઉલ્લેખ

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આપણા બંધારણમાં ઇંડિયાને that is BHARAT રાજ્યોના સંઘના રૂપમાં પરિભાષિત કરવામાંઆવ્યું છે. ભારત આ રાજ્યો સાથે મળીને ઇન્ડિયા કે ભારત બન્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રાજ્યોમાં સામેલ તમામ લોકોનો અવાજ સાંભળવામાં આવે છે. કોઈનો અવાજ દબાવવામાં આવતો નથી અથવા કોઈને ડરાવવામાં આવતા નથી.

મેં ગીતા વાંચી છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી કહ્યુ કે, મેં ગીતા, ઉપનિષદ અને અન્ય ઘણા હિંદુ પુસ્તકો વાંચ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કરે છે તે કોઈ રીતે હિંદુવાદી નથી. ભારત એ રાજ્યોનો એક સંઘ છે. જે લોકો કોઇ પણ વસ્તુનુ નામ બદલવા ઇચ્છે છે તેઓ મૂળ રીતે ઇતિહાસને નકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરકાર પર લગાવ્યો આરોપ

આ પહેલા કોંગ્રેસ સાંસદે કેન્દ્ર સરકાર પર જી-20 શિખર સંમેલન દરમિયાનના લોકોને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યુ છે કે ભારત સરકાર આપણા લોકો અને પશુઓને થુપાવી રહી છે. આપણા મહેમાનો સામે ભારતની સચ્ચાઇ છુપાવવાની કોઇ જરૂર નથી.

આ પણ વાંચોઃ શાંતિના મેસેજ સાથે PMએ કર્યુ G20 સમિટનું સમાપન, બ્રાઝિલને સોંપી અધ્યક્ષતા

Back to top button