ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બાળક માટે મંગાવી હતી આઈસ્ક્રીમ, બોક્સ ખોલ્યું તો નીકળ્યો કાનખજૂરો, જુઓ વાયરલ વીડિયો

Text To Speech

નોઈડા, 16 જૂન: નોઈડા સેક્ટર-12માં રહેતી એક મહિલાએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. મહિલાનો દાવો છે કે તેને આપવામાં આવેલા આઈસ્ક્રીમ બોક્સમાંથી એક કાનખજૂરો મળી આવ્યો છે. મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા આઈસ્ક્રીમ કંપની અને અન્ય એજન્સીઓને ટેગ કરીને ફરિયાદ કરી છે. મહિલાએ આઈસ્ક્રીમ બોક્સનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સેક્ટર-12માં રહેતી દીપાએ જણાવ્યું કે, શનિવારે સવારે તેના બાળકોએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી હતી, જેથી તેણીએ ઓનલાઈન સામાનની ડિલિવરી સાઇટ દ્વારા 195 રૂપિયામાં આઈસ્ક્રીમનું એક બોક્સ ઓર્ડર કર્યું હતું. જ્યારે તેણીએ તેને ખોલ્યું, ત્યારે બોક્સની અંદર એક કાનખજૂરો જોવા મળ્યો હતો. તેણીએ તરત જ માલની ડિલિવરી કરતી કંપનીને ફરિયાદ કરી હતી.

મહિલાએ આઈસ્ક્રીમ બોક્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણીએ આઇસક્રીમ કંપની તેમજ અન્ય સરકારી એજન્સીઓને સોશિયલ મીડિયા પર ટેગ કરીને ફરિયાદ કરી હતી. મહિલાનું કહેવું છે કે કંપનીએ તેનો સંપર્ક કર્યો નથી. સેક્ટર-24 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે મહિલા દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. ફરિયાદ આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અહીં જૂઓ વીડિયો:

 

મહિલાએ કહ્યું કે હજુ સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. હું તેમના જવાબની રાહ જોઈ રહી છું. જો મને કોઈ જવાબ નહીં મળે, તો હું સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કરીશ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈની એક દુકાનમાંથી ડૉક્ટર દ્વારા મંગાવેલા આઈસ્ક્રીમ કોનમાંથી માનવ આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. આ વીડિયો પણ વાયરલ થયો હતો. આ પછી, આઈસ્ક્રીમમાંથી મળી આવેલા માનવ શરીરના ભાગને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: OMG: આઈસ્ક્રીમના કોનમાં માનવ આંગળી મળી, ગ્રાહક મહિલા ડૉક્ટર સ્તબ્ધ

Back to top button