હું તને બહું પ્રેમ કરુ છું: જેલમાં બંધ ઠગ સુકેશે વેલેન્ટાઈન ડે પર જેકલિનને આપી મોંઘીદાટ ગિફ્ટ


મુંબઈ, 15 ફેબ્રુઆરી: 2025: છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આ વેલેન્ટાઇન ડે પર બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ માટે એક ખાસ સરપ્રાઇઝનું આયોજન કર્યું. તેણે જેકલીન માટે ભાવનાત્મક પ્રેમ પત્ર લખ્યો, એટલું જ નહિ પરંતુ તેને કરોડોની કિંમતનું પ્રાઇવેટ જેટ પણ ભેટમાં આપ્યું. સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે અને ત્યાંથી તેણે જેક્લીન માટે આ ખાસ ભેટ મોકલી હતી.
વેલેન્ટાઈન ડે એ પ્રેમીઓ નો દિવસ છે. આ દિવસે પ્રેમી કે પ્રેમિકા એક બીજા ને ભેટ આપી ને આ દિવસ ને સેલિબ્રેટ કરતા હોય છે આવી સ્થિતિમાં સુકેશ ચંદ્રશેખર છેતરપિડીના આરોપ માં જેલ માં છે તેમછતાં તેનો જેકલીન પ્રત્યે નો પ્રેમ ઓછો નથી થઇ રહ્યો. સુકેશ એ જેકલીન ને વેલેન્ટાઈન ડે પર એક ખાસ વસ્તુ ભેટ માં આપી છે જેની કિંમત કરોડોમાં છે.
પોતાના પત્રમાં, સુકેશે જેક્લીનને પોતાનો “સૌથી ખાસ વેલેન્ટાઇન” ગણાવ્યો અને લખ્યું કે તેઓ તેમના જીવનના બાકીના વેલેન્ટાઇન ડે સાથે વિતાવવાથી માત્ર થોડા પગલાં દૂર છે. તેણે જેકલીન પ્રત્યેના પોતાના પ્રેમને દુનિયાનો “શ્રેષ્ઠ વેલેન્ટાઇન” જાહેર કર્યો અને દાવો કર્યો કે તેમનો સંબંધ વેલેન્ટાઇન ડેથી શરૂ થયો હતો. જેકી, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું આ દુનિયા ની શ્રેષ્ઠ વેલેન્ટાઇન છે, હું તને પાગલની જેમ પ્રેમ કરું છું. તમે જાણો છો કે વેલેન્ટાઇન ડે અમારા માટે કેટલો ખાસ છે, કારણ કે આ દિવસે આપણા સંબંધોની શરૂઆત થઈ હતી.”
સુકેશ એ જેકલીનને વેલેન્ટાઈન ડે પર ભેટ માં કસ્ટમાઇઝડ ગલ્ફસ્ટ્રીમ જેટ આપ્યું છે. જેના પર તેના નામના પહેલા અક્ષર “JF” લખેલા છે. સુકેશનો દાવો છે કે આ જેટનો રજીસ્ટ્રેશન નંબર જેક્લીનના જન્મના મહિના અને વર્ષ પર આધારિત છે. તેણે લખ્યું, “બેબી, તું હંમેશા તારા કામ માટે દુનિયાભરમાં ફરે છે, હવે આ જેટ સાથે તારી ફ્લાઇટ્સ વધુ સરળ બનશે.”
આ પણ વાંચો…મનોરંજનના નામ પર કંઈ પણ બકવાસ કરશો? સમય રૈના અને રણવીરનો પંકજ ત્રિપાઠીએ ઉધડો લીધો