કૃષિ સાધનની ખરીદી પર સહાય માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાયું


- ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાંકીય સહાય આપવાની યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
ગાંધીનગર, 29 ડિસેમ્બર: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી ચોજનાઓ ચલાવવામાં આવે છે. ખેડૂતો ને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરુરીયાત ઉભી થતી હોય છે. આઇ ખેડુત પોર્ટલ પર “ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે ઓનલાઇન અરજીઓ માટે તારીખ 29 ડિસેમ્બરથી તારીખ 28 જાન્યુઆરી સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ખેડૂતો ખેતીમાં ઉપયોગી સાધનોની ખરીદી કરવા માંગતા હોય તેઓ માટે સરકાર દ્વારા આજથી જ એક મહિના માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
કૃષિ સાધનની ખરીદી પર નાણાંકીય સહાય યોજના
રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાંકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આઈ-પોર્ટલ પર આજથી જ એટલે કે તારીખ 29 ડિસેમ્બર, 2023થી તારીખ 28 જાન્યુઆરી, 2024 સુધી 1 મહિના માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાંકીય લક્ષ્યાંકની 110 % મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ ખેડુતોએ આ “ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાંકીય સહાય આપવાની યોજના” માં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.
- પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે