કોંગ્રેસના 3 દિગ્ગજ પ્રવક્તાઓએ આપ્યા રાજીનામા, જાણો શું હતુ કારણ


કોંગ્રેસ પાર્ટીના ત્રણ રાષ્ટ્રીય પ્રવક્તાઓએ રાજીનામા આપી દીધા છે. પાર્ટી નેતા ગૌરવ વલ્લભે રવિવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જણાવ્યું હતું કે, અમારા અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશ પર , નવા અધ્યક્ષની નિષ્પક્ષ ચૂંટણી માટે મેં દીપેન્દર હુડ્ડા અને સૈય્યદ નાસિર હુસૈને રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. જેનાથી આ ચૂંટણીને યાદ રાખી શકાય. આ ત્રણેયને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી માટે મલ્લિકાર્જૂન ખડગેના પક્ષમાં કેમ્પેઈનની જવાબદારી સોંપવામાં આવી છે.
એક વ્યક્તિ એક પદના નિર્ણયને અનુરુપ રાજીનામા આપી દીધા
મલ્લિકાર્જૂન ખડગેએ પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા કહ્યુ કે, જે દિવસ મેં મારુ ઉમેદવારી પત્ર ભર્યું, મેં ઉદયપુરમાં લીધેલા પાર્ટીના ‘એક વ્યક્તિ એક પદ’ના નિર્ણયને અનુરુપ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. હું આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ માટે પોતાના અભિયાનની શરુઆત કરુ છું. આજે ગાંધીજી અને શાસ્ત્રીજીનો જન્મદિવસ છે, એટલા માટે મેં આજનો દિવસ પસંદ કર્યો છે. એકે દેશને આઝાદી અપાવી અને એક દેશને સુરક્ષિત રાખ્યો. જય જવાન, જય કિસાનનો નારો આપ્યો. એટલા માટે ચૂંટણી પ્રચાર શરુ કરવા માટે આનાથી વધારે સારો દિવસ બીજો કોઈ હોઈ શકે નહીં.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ પદની જંગ, હવે ખડગે VS થરૂર !