ટ્રેન્ડિંગમનોરંજન

હું કદી પાર્ટીઓમાં નાચી નથી, અંબાણીના પ્રી-વેડિંગ માટે બોલી કંગના

Text To Speech
  • લગભગ દરેક મોટું નામ, અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સુધી દરેક લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજર રહ્યા, પરંતુ આ ગ્રાન્ડ પાર્ટીમાં કંગના રાણાવત ક્યાંય જોવા મળી ન હતી.

મુંબઈ, 5 માર્ચઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં આખુ બોલિવૂડ ભેગું થયું હતુ. બોલિવૂડના લોકો મ્યૂઝિકના તાલે ખૂબ નાચ્યા. ખૂબ એન્જોય કર્યું અને પાર્ટીની શાન વધારી દીધી. લગભગ દરેક મોટું નામ, અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સુધી દરેક લોકો પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજર રહ્યા, પરંતુ આ ગ્રાન્ડ પાર્ટીમાં કંગના રાણાવત જોવા મળી ન હતી. હવે તેણે અંબાણીની પાર્ટીમાં ડાન્સ કરનારા બોલિવૂડ સ્ટાર્સને આડે હાથ લીધા છે. તેણે દેશના સૌથી મોટા લગ્નને લઈને પોતાનો મત આપ્યો છે. હંમેશા જે મનમાં આવે તે વિચાર્યા વગર બોલવા માટે જાણીતી અભિનેત્રી કંગના રાણાવત આ કારણે જ ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

કંગના રાણાવતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ભારતની સ્વર સામ્રાજ્ઞી લત્તા મંગેશકરનો એક ઈન્ટરવ્યૂ શેર કરતા કંગનાએ જણાવ્યું છે કે કરોડો રૂપિયા મળવા છતાં કદી લત્તાજીએ કોઈના લગ્નમાં પર્ફોમ ન જ કર્યું. તેણે ખુદની તુલના લત્તા મંગેશકર સાથે કરી છે. કંગનાએ લત્તાજીના એ ઈન્ટરવ્યુનો એક પાર્ટ શેર કરીને કહ્યું કે તમે મને પાંચ મિલિયન ડોલર આપશો તો પણ હું લગ્નમાં નહિ ગાઉં.

હું કદી પાર્ટીઓમાં નાચી નથી, અંબાણી પ્રી-વેડિંગ ખતમ થયા બાદ બોલી કંગના Hum dekhenge news

કંગના રાણાવતે કહ્યું કે હું ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચૂકી છું, લત્તાજી અને હું માત્ર બેજ વ્યક્તિ એવા છીએ જેના ગીતો ખૂબ જ હિટ છે, પરંતુ મને ભલે ગમે તેટલા પૈસા આપવામાં આવે, હું ક્યારેય લગ્નમાં ડાન્સ નહીં કરું.

મજબૂત ચરિત્ર અને ગરિમાની જરૂર

અભિનેત્રીએ આગળ કહ્યું કે મને કેટલાય સુપરહિટ આઈટમ સોંગ્સ ઓફર થયા છે, ખૂબ જ જલ્દી હું એવોર્ડ શોથી દૂર પણ થઈ ગઈ. લોકપ્રિયતા અને પૈસાને ના કહેવા માટે મજબૂત ચરિત્ર અને ગરિમાની જરૂર હોય છે. શોર્ટ કટની દુનિયામાં યુવા પેઢીએ એ સમજવાની જરૂર છે કે માત્ર એજ ધન મેળવવું જે ઈમાનદારીનું હોય.

આ પણ વાંચોઃ પતિ-પત્ની બંને વર્કિંગ છો? તો આ રીતે બેલેન્સ કરો વર્ક અને પર્સનલ લાઈફ

Back to top button