ટ્રેન્ડિંગમનોરંજન

મને સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા છે, રણબીર કપૂરે જણાવ્યો તેનો ભગવાન સાથેનો સંબંધ

Text To Speech
  • તાજેતરમાં જ રણબીર કપૂરે ધર્મ અને ઈશ્વર સાથેના પોતાના સંબંધ વિશે વાત કરી છે. પીપલ બાય ડબલ્યુટીએફ પોડકાસ્ટ પર હોસ્ટ નિખિલ કામથ સાથેની વાતચીતમાં અભિનેતાએ કહ્યું કે તે સનાતન ધર્મમાં ખૂબ જ વિશ્વાસ કરે છે

29 જુલાઈ, મુંબઈઃ હાલમાં અભિનેતા રણબીર કપૂર ડિરેક્ટર નીતેશ તિવારીની મચ અવેઈટેડ માયથોલોજિકલ ફિલ્મ ‘રામાયણ’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે, જ્યારે સાઉથ એક્ટ્રેસ સઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે. એવું લાગે છે કે રામાયણ પર કામ કરવાની સાથે સાથે રણબીરને ભગવાન સાથે એક અલગ જોડાણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ રણબીર કપૂરે ધર્મ અને ઈશ્વર સાથેના પોતાના સંબંધ વિશે વાત કરી છે. પીપલ બાય ડબલ્યુટીએફ પોડકાસ્ટ પર હોસ્ટ નિખિલ કામથ સાથેની વાતચીતમાં અભિનેતાએ કહ્યું કે તે સનાતન ધર્મમાં ખૂબ જ વિશ્વાસ કરે છે.

Aમને સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા છે, રણબીર કપૂરે જણાવ્યો તેનો ભગવાન સાથેનો સંબંધ

ધાર્મિક હોવા પર બોલ્યો રણબીર

રણબીરે કહ્યું કે જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતા (ઋષિ કપૂર) ખૂબ જ ધાર્મિક હતા. તેઓ દિવસમાં બે વાર પૂજા કરતા હતા. અમે દરેક તહેવાર ઉજવીએ છીએ. અમારા ઘરમાં નવરાત્રી ઉજવવામાં આવે છે. તેથી આ બધું મારા માટે બહુ મોટી વાત છે. મને લાગે છે કે તેના કારણે મારા પિતાને ખૂબ શાંતિ મળી. જ્યારે મારી માતા (નીતુ કપૂર) ઓછી ધાર્મિક હતી. મને ભગવાન વિશે ખૂબ જ સારી અનુભૂતિ થાય છે. તેણે આગળ કહ્યું કે હું કોઈ વસ્તુ ખરીદવા ઈચ્છતો હોઉં કે મારી ફિલ્મ સફળ થાય તેમ ઈચ્છતો હોઉં તો મેં આ બધું કદી માંગ્યું નથી, પરંતુ ભગવાને આપી દીધું છે. તેથી હું તેમના પ્રત્યે કૃતજ્ઞ છું. હું આજે જે જગ્યાએ છું, મારી પાસે જે પણ કંઈ છે, તે માટે હું તેમનો ખુબ આભારી છું. આ મારો તેમની સાથેનો સંબંધ છે.

સનાતન ધર્મમાં વિશ્વાસ કરવાનો શરૂ કર્યો

રણબીરે સનાતન ધર્મ વિશે આગળ કહ્યું કે મેં સનાતન ધર્મમાં ખૂબ જ વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે. મને લાગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં તેના વિશે ઘણું વાંચવાનું શરૂ કર્યું છે. હું તેનો પ્રભાવ જાણવા માટે તેના ઊંડાણમાં ગયો છું. હું તેમાં વિશ્વાસ કરૂં છું અને માનું છું તે તેમાં ઘણું બધું સારું છે.

આ પણ વાંચોઃ નીતા અંબાણીની કુંડળીમાં એવો અદ્ભુત સંયોગ છે કે કરોડોમાં એકને જ થાય

Back to top button