કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાજકોટને કોઈની નજર ના લાગે તે માટે લીંબુનું તોરણ લગાવવા આવ્યો છુંઃ ધાનાણીનો કટાક્ષ

રાજકોટ, 22 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક આ વખતે રાજકારણનું એપીસેન્ટર બની છે. સુરતમાં કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયું અને અપક્ષોએ ફોર્મ પરત ખેંચીને ભાજપને પહેલી જીત અપાવી. ત્યારે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો. તેમણે શાકભાજીના વેપારીને ત્યાં જઈ લીંબુ સહિતની શાકભાજીના વેપારીના ભાવ પૂછ્યા બાદ રાજકોટને કોઈની નજર ન લાગે એ માટે લીંબુનું તોરણ લટકાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજકોટને કોઈની નજર ના લાગે તે માટે લીંબુનું તોરણ લટકાવવા આવ્યો છું.

પદયાત્રામાં ધાનાણીના ડમી ઉમેદવાર ગાયબ હતાં
પરેશ ધાનાણીએ આજે જ્યુબિલી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને બાદમાં પદયાત્રા શરૂ કરી હતી. તેમણે શાકભાજીના વેપારીને ત્યાં જઈ લીંબુ સહિતની શાકભાજીના ભાવ પૂછ્યા બાદ રાજકોટને કોઈની નજર ન લાગે એ માટે લીંબુનું તોરણ લટકાવ્યું હતું. વેપારીઓ સમક્ષ જઈ ભાવવધારો કેટલો થયો એ પૂછ્યું હતું. તેમણે કટાક્ષ કર્યો હતો કે રાજકોટે રાજ્યને ચાર-ચાર મુખ્યમંત્રી આપ્યા હોવા છતાં એને વૈશ્વિક ઓળખ બનાવી શક્યા નથી. જેથી સ્વાભિમાની રાજકોટ સ્વબળે ઊભું થાય એવી સરકારને ચૂંટશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમની આ પદયાત્રા દરમિયાન ધાનાણીના ડમી ઉમેદવાર ડૉ. હેમાંગ વસાવડા ક્યાંય દેખાયા નહોતા.

સરકારનું પીઠબળ રાજકોટ અને સૌરાષ્ટ્રને મળવું જોઈએ
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજકોટના લોકોએ ટૂંકી મૂડી અને પરસેવાની કમાણીથી ઇમિટેશન, ગોલ્ડ, સબમર્સિબલ પમ્પ, ઓટોમોબાઈલક્ષેત્રે રાજકોટની ઓળખ બનાવી છે. રાજકોટના લોકોએ 4-4 મુખ્યમંત્રી આપ્યા હોવા છતાં સરકારનું પીઠબળ રાજકોટ અને સૌરાષ્ટ્રને મળવું જોઈએ, એની ઊણપ જોવા મળી રહી છે. રાજકોટને રાજકીય પરિબળોએ એની આભાથી દાઘ લગાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે સ્વાભિમાની રાજકોટ સ્વબળે ઊભું થાય એવી સરકારને ચૂંટશે એવો મને વિશ્વાસ છે.તેમણે કહ્યું, સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું એ ઘટના પહેલી નથી અને છેલ્લી પણ નથી. સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે.

ગુજરાતના જન-જનને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે
સત્તા અને અહંકારની એડીએ લોકોના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટાચારની રીતરસમથી કમાયેલાં કાળાં ધનના કોથળાથી વિપક્ષમાં રહેલા લોકોને લલચાવીફોસલાવી તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે વિપક્ષને નહીં, પરંતુ ગુજરાતના જન-જનને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને આગામી સમયમાં લોકો જડબાંતોડ જવાબ આપશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રાજકોટે 4-4 મુખ્યમંત્રી આપ્યા છતાં અહીંના વેપાર-ધંધાને આગળ વધારવા સરકારે સહયોગ આપ્યો નથી, તેથી રાજકોટને વૈશ્વિક ઓળખ મળી શકી નથી, જેથી રંગીલા અને સ્વાભિમાની રાજકોટને કોઈની નજર ન લાગે એ માટે લીંબુનું તોરણ લટકાવવા આવ્યો છું.

આ પણ વાંચોઃરૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું હવે આંદોલન 2.0, જાણો શું કરશે ?

Back to top button