મેં 100 ટકા આપ્યા, પણ…: સમંથા રૂથે નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સ અંગેની વાતો શેર કરી
- સમંથા રુથ પ્રભુએ જણાવ્યુ કે તે કેવી રીતે ખરાબ સમયમાંથી બહાર નીકળી
- સમંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા
- હું ભાગ્યશાળી છું કે મારી સાથે અનેક લોકો ઉભા હતાઃ સમંથા
સમંથા રૂથ પ્રભુને નાગા ચૈતન્યથી અલગ થયાને એક વર્ષ કરતા વધુ સમય થઇ ચુક્યો છે, પરંતુ તે હજુ પણ એ ગમમાંથી બહાર આવી શકી નથી. બંનેના અલગ થવાના સમાચારે ફેન્સને હેરાન કરી દીધા હતા. તેમના લગ્નના ચાર વર્ષ બાદ જ્યારે બંને છુટા પડ્યા અને એક સ્ટેટમેન્ટ જારી કરીને તેમણે આ વાતની જાહેરાત કરી હતી ત્યારે બંનેના ફેન્સને એક દુઃખદ આંચકો લાગ્યો હતો. આ વાતને હવે તો 17 મહિના વીતી ચુક્યા છે, પરંતુ આ અભિનેત્રી હજુ પણ આ ગમમાંથી બહાર આવી શકી નથી. તાજેતરમાં આ અભિનેત્રીએ પોતાના ડિવોર્સ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ સ્થિતિના સૌથી કઠિન સમય દરમિયાન હું એક એવી જગ્યાએ હતી જ્યાંથી મને કંઇજ સુઝતુ ન હતુ. ચારેય બાજુ અંધારૂ હતુ. મને ખુબ જ ખરાબ વિચારો આવતા હતા. મારે આ બધાથી આગળ વધીને આગળ જોવું હતુ. હું ભાગ્યશાળી છું કે મારી સાથે અનેક લોકો ઉભા હતા. હું હજુ પણ આ દુઃખમાંથી બહાર આવી શકી નથી, પરંતુ ઘણા ખરાબ દિવસો ખતમ થઇ ચુક્યા છે.
સમંથા નાગા સાથેના ડિવોર્સ પર બોલી
સમંથા રુથ પ્રભુએ જણાવ્યુ કે તેણે કેવી રીતે ખરાબ સમયમાંથી ખુદને બહાર કાઢી. કેવી રીતે પોતાનું કામ ચાલુ રાખ્યુ. મને રિએક્ટ કરવાની કોઇ બીજી રીત આવડતી ન હતી. હું એવી જ રીતે રિએક્ટ કરવા ઇચ્છતી હતી અને હું આજે પણ એજ કરી રહી છું. એ જાણવું જરૂરી છે કે મુશ્કેલ સમય વીતી જાય છે અને આપણે તેમાં ફસાઇ ન જવુ જોઇએ. સમંથાએ એ પણ કહ્યુ કે મેં મારા લગ્નને 100 ટકા આપ્યા, પરંતુ પ્લાનિંગ પ્રમાણે કંઇ જ ન થયુ.
ઉલ્લેખનીય છે કે સમંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને તેમની મુલાકાત 2010માં ફિલ્મ માયા ચેસાવેના સેટ પર થઇ હતી. ત્યારબાદ આ બંનેએ ઓક્ટોબર 2021માં લગ્નના ચાર વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ શું કોકોનટ શુગર સ્લિમ અને ફિટ રાખી શકે છે? જાણો કેવી રીતે બને છે?