થૂંકશો નહીં એવું સમજાવું છું, પણ લોકો માનતા જ નથીઃ સ્વચ્છતાકર્મી મહિલાએ વ્યક્ત કર્યું દુઃખ
- લોકો સ્ટેશન પર પાન અને ગુટખા થૂંકીને ગંદકી ફેલાવે છે અને પછી સફાઈ કર્મચારીઓએ આ ગંદકી સાફ કરવી પડે છે. સફાઈ કરતી એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી
HD ન્યૂઝ ડેસ્ક, 29 માર્ચ: બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન, દરેક જગ્યાએ લોકોને સ્વચ્છતાની કાળજી રાખવા માટે અનેકવાર જાગૃત કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે માનતા જ નથી અને ગંદકી ફેલાવતા ફરે છે. તમે પણ ઘણી સાર્વજનિક જગ્યાઓ પર જોયું હશે કે પાન અને ગુટખા ખાનારા કેટલાક લોકો સ્વચ્છતાની ચિંતા કર્યા વિના ગમે ત્યાં થૂંકતા હોય છે, જેના કારણે ત્યાં ગંદકી થતી હોય છે. આવી ગંદકી સાફ કરવા માટે સફાઈ કામદારોને મહેનત કરવી પડે છે. રેલવે સ્ટેશન પર આવી ગંદકી સાફ કરતી એક મહિલા કર્મચારીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રેલવે સ્ટેશનના થાંભલા પરના ડાઘા સાફ કરી રહી છે જે લોકોએ તમાકું ખાઈને પિચકારીઓ મારીને પાડ્યા છે. વીડિયો બનાવનાર વ્યક્તિ મહિલા પાસે જાય છે અને પૂછે છે કે જ્યારે લોકો આ રીતે થૂંકે છે અને તમારે તેને સાફ કરવું પડે છે ત્યારે તમને કેવું લાગે છે? આનો જવાબ આપતાં મહિલા કહે છે, ‘શું કરીએ, અમે બહુ વખત લોકોને થૂંકશો નહીં એવું સમજાવ્યું છે પરંતુ લોકો માનતા જ નથી. શું કરીએ એમે…અમારે અમારુ કામ પણ છે એટલે કરવું પડે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
कृपया आंटी के संदेश को ‘सही लोगों’ तक पहुँचायें. pic.twitter.com/0yJ07hP9ve
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) March 27, 2024
આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IAS અધિકારી Awanish Sharan દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘કૃપા કરીને આન્ટીનો સંદેશ યોગ્ય લોકો સુધી પહોંચાડો.’ આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- સ્ટેશન પર જ કડક તપાસ થવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું – આંટી સાચા છે, લોકોએ વિચારવું જોઈએ. એક યુઝરે લખ્યું- ગુટખા પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
આ પણ વાંચો: તમે ક્યારેય વિચાર્યું છે કે સ્કૂટરનો આ રીતે પણ ઉપયોગ થાય? જુઓ વીડિયો