ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘હવે મારે કોઈ ભાઈ નથી…..’: મમતા બેનર્જીએ પોતાના સગા ભાઈ સાથે તોડ્યા સંબંધો

Text To Speech

પશ્ચિમ બંગાળ, 13 માર્ચ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ તેના ભાઈ બુબુન બેનર્જી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેમના ભાઈએ હાવડા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. કહેવાય છે કે બુબુન બેનર્જી હાવડાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.

‘હવે મારે કોઈ ભાઈ નથી’

મમતા બેનર્જીએ બુબુન બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે તે હવે મારા ભાઈ નથી રહ્યા. આજથી હું તેની સાથેના તમામ સંબંધો તોડી નાખું છું. હું અને મારો પરિવાર તેમનાથી દૂર થઈ ગયા છીએ. અમારા પિતાનું અવસાન થયું ત્યારે વાલીપણું કોને કહેવાય તે તે ભૂલી ગયો છે. ત્યારે તે માત્ર અઢી વર્ષનો હતો. હું 35 રૂપિયા કમાતી હતી. અને ઘર ને સપોર્ટ કરતી હતી.

ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે હવે તેમની સરકાર કે પાર્ટી પર તેમનું કોઈ નિયંત્રણ નથી. હવે તેના ભાઈએ ટીએમસી સામે બળવો કર્યો છે. તેમણે ટીએમસી ઉમેદવાર પ્રસૂન બેનર્જીના નામ પર અસહમતિ વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીને અન્યો કરતાં પ્રાધાન્ય આપ્યું તેનું આ પરિણામ છે.

TMCએ 7 સાંસદોની ટિકિટ રદ કરી

ટીએમસીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં 16 વર્તમાન સાંસદો પર ફરીથી વિશ્વાસ કરવામાં આવ્યો છે, જ્યારે નુસરત જહાં અને મીમી ચક્રવર્તી સહિત સાત સાંસદોની ટિકિટ રદ કરવામાં આવી છે. ગત વખતે ટીએમસીએ બંગાળમાં 42માંથી 23 બેઠકો જીતી હતી. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સામે બરહામપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Back to top button