‘જ્યારે મારે રડવાનું હતું ત્યારે હું ના રડ્યો…’ નતાશાથી છૂટાછેડા લીધા પછી હાર્દિક પંડ્યાના રડતાનો વીડિયો વાયરલ
મુંબઈ, 19 જુલાઈ: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મોડલ-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ગુરુવારે એક પોસ્ટ શેર કરીને પ્રથમ વખત છૂટાછેડાની અફવાઓ પર તેમનું મૌન તોડ્યું અને એક એવી પોસ્ટ શેર કરી જેનાથી દંપતીના ચાહકોનું દિલ તુત્યું છે. હાર્દિક-નતાશાએ એક સંયુક્ત નિવેદન શેર કર્યું છે જે પુષ્ટિ કરે છે કે તે બંને હવે તેમના 4 વર્ષ જૂના સંબંધોનો અંત લાવશે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ પોસ્ટ બાદ નતાશા ટ્રોલ થઈ રહી છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ ભાવુક થઈને પોતાના દિલની વાત કરતો જોવા મળી રહ્યો છે.
હાર્દિકનો આ વીડિયો ચર્ચામાં
છૂટાછેડાના સમાચાર બાદ હાર્દિકનો આ વાયરલ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. આ ક્રિકેટરનો વીડિયો T20 વર્લ્ડ કપ જીત્યા બાદનો છે. જેમાં હાર્દિક ઘણો ભાવુક દેખાઈ રહ્યો છે. વીડિયોમાં હાર્દિક હાવભાવ દ્વારા ઘણું બધું કહેતો જોવા મળી રહ્યો છે. હાર્દિક કહે છે કે, ‘તે સમયે મારા જે 6 મહિના ગયા છે, તે ફરી પાછા આવે. ત્યારે શું થયું, શું ન થયું? મેં ઘણું કંટ્રોલ કર્યું. એ સમયે મારે રડવું પણ હતું તો પણ હું ના રડ્યો. મારે લોકોને નતું બતાવવું, મારા મુશ્કેલ સમયમાં ઘણા લોકો ખુશ હતા, મારે તેમને વધુ ખુશ નતા કરવા અને હું તેમને ક્યારેય આપીશ નહીં.’
અહીં જૂઓ વીડિયો:
The people of the entire country love my brother. Hardik Pandya has endured this pain alone for the last several months.❤️❤️#HardikPandya𓃵
Natasha#divorce pic.twitter.com/oWA2aYUASj— Nagendra pandey (@nagendr_24) July 18, 2024
ક્રિકેટરનો વીડિયો જોઈ ફેન્સ થઈ ગયા ઈમોશનલ
વીડિયોમાં ક્રિકેટર એકદમ ભાવુક દેખાઈ રહ્યો છે. આ કહેતી વખતે તેની આંખો પણ આંસુઓથી ભરાઈ આવી છે. હાર્દિક વીડિયોમાં આગળ કહી રહ્યો છે – ‘તે 6 મહિના વીતી ગયા, આજે જુઓ ભગવાનની કૃપા, મને કેવી તક મળી. છેલ્લી ઓવરમાં આવી સ્થિતિ હતી, હું શું કહું, અવાચક. નતાશા સાથે છૂટાછેડાની પુષ્ટિ થયા બાદ હવે હાર્દિકનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર ક્રિકેટરના ચાહકો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.
હાર્દિક-નતાશાએ છૂટાછેડાની કરી પુષ્ટિ
તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે, જેના પછી દરેક જગ્યાએ આ કપલની ચર્ચા થઈ રહી છે. લાંબા સમયથી બંને વચ્ચે તણાવના અહેવાલો હતા, જેને દંપતીએ એક પોસ્ટ દ્વારા સમર્થન આપ્યું હતું અને તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. નતાશા-હાર્દિકે તેમના ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડાની આ પોસ્ટ શેર કરી છે. પરંતુ, નકારાત્મકતા ટાળવા માટે કપલે પોસ્ટનો કોમેન્ટ વિભાગ બંધ રાખ્યો છે. બંનેએ તેમના ચાહકોને આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાને છૂટાછેડા કેટલા મોંઘા પડશે? જાણો ગણિત