આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

હું તો તેમની ફેન બની ગઈ.. ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ કોના વિશે આવું કીધું?

નવી દિલ્હી, 19 માર્ચ : યુરોપમાં ઉથલપાથલ વચ્ચે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની હેડલાઈન્સમાં છે. બુધવારે, વડા પ્રધાન મેલોનીએ ઈટાલીની સંસદમાં યુદ્ધ, શાંતિ કરાર અને ટેરિફ પર એક કલાકનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન મેલોનીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા.

એસોસિએટેડ પ્રેસ અનુસાર, મેલોનીએ કહ્યું કે અમેરિકન પ્રમુખે જે કર્યું છે તેઓ વખાણવા લાયક છે. ટ્રમ્પ 2 મહિના પહેલા અમેરિકાના પ્રમુખ બન્યા હતા. તેમણે પદ સંભાળતાની સાથે જ સમગ્ર યુરોપને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. અમેરિકાના નિર્ણયથી આજે સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. મેલોનીએ સંસદમાં કહ્યું કે ટ્રમ્પ સાથે લડવું ફાયદાકારક નથી. મેલોનીએ કહ્યું કે ઇટાલી યુરોપની જાળમાં ફસાવાનું નથી. અમે અમારો રસ્તો અપનાવીશું.

મેક્રોન-સ્ટાર્મરે ટ્રમ્પની આકરી ટીકા કરી

સેનેટમાં પોતાના ભાષણમાં મેલોનીએ કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે લાખો લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, અમારું કામ બંને વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનું છે અને આગને વધુ ભડકાવવાનું નથી. મેલોનીએ વધુમાં કહ્યું કે ટ્રમ્પ જે કરી રહ્યા છે તે યોગ્ય છે. અમે તેમની સાથે છીએ.

મેલોનીએ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમરની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ શાંતિ સેના મોકલીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ નિર્ણયથી યુરોપ વધુ બરબાદ થઈ જશે. મેલોનીએ કહ્યું કે સૈનિકો મોકલવી એ અસરકારક વ્યૂહરચના નથી.

ઇટાલી અમેરિકા સાથે વેપાર યુદ્ધ શરૂ કરશે નહીં

મેલોનીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ નહીં લડીએ. અમે અમેરિકા સાથે વાતચીત દ્વારા તમામ મુદ્દાઓને ઉકેલીશું. તેમણે કહ્યું હતું કે ટેરિફ માટે ટેરિફ કામ કરતું નથી. ઈટાલીના વડાપ્રધાને કહ્યું કે વાતચીતનો કોઈ વિકલ્પ નથી. તમામ લોકોએ આ બાબતોને સમજવાની છે.  મેલોની આ પહેલા પણ અનેક પ્રસંગોએ ટ્રમ્પના વખાણ કરી ચૂકી છે.

મહત્વનું છે કે, તાજેતરમાં મેલોનીએ કહ્યું હતું કે વિશ્વના ડાબેરીઓ ટ્રમ્પની જીતથી ડરી ગયા છે. આ ડાબેરીઓ ટ્રમ્પની જીતને સ્વીકારવા સક્ષમ નથી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે મેલોની પણ વ્હાઇટ હાઉસ પહોંચી હતી. 48 વર્ષીય જ્યોર્જિયા મેલોનીને 2022 માં પ્રથમ વખત ઇટાલીના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.  મેલોનીએ કાઉન્સિલરને ચૂંટીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો :- લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ લાલુ પ્રસાદ યાદવ હાજર થયા

Back to top button