ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

મેં 10 વખત વ્હીલચેર માંગી હતી: પેરા-એથ્લેટ સુવર્ણા રાજે એરલાઇન્સ પર લગાવ્યા ગંભીર આરોપ

ચેન્નાઈ, 3 ફેબ્રુઆરી: આંતરરાષ્ટ્રીય પેરા-એથ્લીટ(Para-athlete) સુવર્ણા રાજે(Suvarna Raj) ઈન્ડિગો એરલાઈન્સ(Indigo Airlines) પર તેણીને વ્હીલચેર(wheelchair) આપવામાં અનિચ્છા અને ગેરવર્તનનો આરોપ મૂક્યો છે. મીડિયાને આપેલા નિવેદનમાં સુવર્ણાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે તેણે નવી દિલ્હીથી ચેન્નાઈ માટે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 10 વખત પ્લેનના ગેટ પર અંગત વ્હીલચેર માટે વિનંતી કરી પરંતુ એરલાઇન્સે તેની વાત સાંભળી નહીં.

ભારતીય પેરા-એથ્લેટ સુવર્ણા રાજે મીડિયાને જણાવ્યું કે, મને ચાલવામાં તકલીફ થાય છે, મને બાળપણમાં પોલિયો થયો હતો જેના કારણે મને કેટલીક તકલીફો છે. તેથી મેં ઇન્ડિગો એરલાઇનના ક્રૂ મેમ્બર્સને 10 વખત કહ્યું કે મને પ્લેનના દરવાજા પર મારી અંગત વ્હીલચેર જોઈએ છે, પરંતુ અનેકવાર કહ્યા છતાં પણ મારી વાત કોઈએ સાંભળી નહોતી. ઉલ્લેખનીય છે કે સુવર્ણા બાળપણમાં પોલિયોનો શિકાર બની હતી. અને તેણે એશિયન ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.

અંગત વ્હીલચેરને બદલે કેબિન વ્હીલચેર

ઈન્ટરનેશનલ પેરા-એથલીટ(Para-athlete) સુવર્ણા રાજે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સતત ફ્લાઈટમાં મુસાફરી કરું છું. પરંતુ દરેક વખતે અલગ-અલગ એરલાઇન્સમાં મારી સાથે આવું જ થાય છે.’ તેણે કહ્યું કે, ‘જ્યારે પણ મેં પર્સનલ વ્હીલચેર માંગી ત્યારે માત્ર કેબિન વ્હીલચેર જ આપવામાં આવે છે. જ્યારે નિયમ એ છે કે તમે તમારી અંગત વ્હીલચેર લઈ શકો છો.’

વ્હીલચેરને નુકસાન થયું.

સુવર્ણાએ એવો પણ દાવો કર્યો હતો કે, ‘એરલાઇન ક્રૂ દ્વારા તેની અંગત વ્હીલચેરને નુકસાન થયું હતું. જેની કિંમત 3 લાખ રૂપિયા છે. ઈન્ડિગોએ મારી વ્હીલચેરને થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ અને હું ઈચ્છું છું કે તે તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત થાય. જો એરલાઈન્સની વિકલાંગ દર્દીઓને વ્હીલચેર આપવાની નીતિ હોય તો તેઓ વારંવાર પ્રોટોકોલ કેમ તોડે છે? સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે તેની તપાસ કરવી જોઈએ.’

સુરક્ષા તપાસના નામે કનડગત

મીડિયાને આપેલા નિવેદનમાં સુવર્ણા રાજે કહ્યું કે, ‘ઈન્ડિગો ફ્લાઈટમાં વારંવાર વિનંતી કરવા છતાં મારી વિનંતી સ્વીકારવામાં આવી ન હતી અને મને વ્યક્તિગત વ્હીલચેર આપવામાં આવી ન હતી.’ તેણે કહ્યું કે સુરક્ષા તપાસના નામે તેને અને અન્ય ખેલાડીઓને વારંવાર વ્હીલ ચેર પરથી ઉભા થવાની ફરજ પાડવામાં આવે છે, જે ખોટું છે. તેણી કહે છે કે આપણે સ્માર્ટ શહેરો બનાવી રહ્યા છીએ, પરંતુ આપણું મગજ ક્યારે સ્માર્ટ બનશે? આપણે આપણી સંવેદનશીલતા ગુમાવી રહ્યા છીએ.

અગાઉ ટ્રેનની મુસાફરી દરમિયાન પણ સમસ્યા સર્જાઈ હતી

આ પહેલા પણ ભારતીય પેરા એથ્લેટ સુવર્ણાને ઘણી વખત મુસાફરી દરમિયાન આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વર્ષે 2021માં ટ્રેનની સફર દરમિયાન પણ તેમને અપર બર્થ આપવામાં આવતા ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સિવાય તેમને 2017માં પણ એક તેમને અપર બર્થ આપવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસકર્મીઓએ ટેક્સીઓને મુખ્ય દરવાજા સુધી જવા દીધી ન હતી અને ઈ-રિક્ષા ચાલકોએ તેમને પ્લેટફોર્મ પર લઈ જવા માટે નિયત રકમ કરતાં વધુ રકમ વસૂલ કરી હતી અને ગેરવર્તણૂક પણ કરી હતી.

આ પણ વાંચોઃ 9 બાળકોની સગર્ભા માતાને પતિએ આપ્યા ટ્રિપલ તલાક, લાત મારી ઘરની બહાર કાઢી મૂકી

Back to top button