હું ગરીબો માટે જેલમાં જવા તૈયાર છું. PM મોદીએ ભરતપુરમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા
- પીએમ મોદીએ શનિવારે રાજસ્થાનના ભરતપુરમાં જનસભાને સંબોધી હતી.
- જેમાં તેમણે રાજ્યની અશોક ગેહલોત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.
- તેમણે કહ્યું કે હું ગરીબો માટે જેલ જવા તૈયાર છું.
રાજસ્થાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના ભરતપુરમાં એક જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે રાજસ્થાનની મહિલાઓનો વિશ્વાસ પણ તોડી નાખ્યો છે. કોંગ્રેસ જ્યાં પણ આવે છે ત્યાં આતંકવાદીઓ, ગુનેગારો અને તોફાનીઓ બેકાબૂ થઈ જાય છે.
કોવિડના સમયનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યું કે, તે સમયે આખો દેશ ડરી ગયો હતો. દરેક પરિવાર ચિંતામાં હતો. આવી સ્થિતિમાં ગરીબના દીકરાએ વિચાર્યું કે ગરીબો, દલિતો અને પછાત વર્ગના લોકોનો ચૂલો ના ઓલવાવો જોઈએ અને કોઈ બાળક ભૂખ્યું ન સૂવું જોઈએ, તેથી તેણે અનાજની દુકાનો ખોલી. ગરીબોને મફત રાશન આપવાનું શરૂ કર્યું. મફત રાશન યોજના ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે પરંતુ અમે તેને આગામી પાંચ વર્ષ માટે લંબાવી છે. આનાથી કોંગ્રેસને આઘાત લાગ્યો છે અને નારાજ છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં મારા વિરુદ્ધ મોટો પત્ર આપ્યો છે. તે કોર્ટમાં જવાની ધમકી આપી રહી છે. પણ જો ગરીબો માટે મારે જેલમાં પણ જવું પડે તો પણ હું તૈયાર છું.
જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે, રાજસ્થાનની સંસ્કૃતિને બચાવવા માટે અહીં ભાજપ જરૂરી છે. રાજસ્થાનમાં હવે બરાબર એક સપ્તાહ બાદ મતદાન થવાનું છે. સર્વત્ર એક જ ગુંજ છે, ભાજપ સરકાર માટે આ જનતાની હાકલ છે. કેટલાક લોકો અહીં પોતાને જાદુગર કહે છે. હવે રાજસ્થાનની જનતા કહી રહી છે- 3જી ડિસેમ્બર કોંગ્રેસ છુ મંતર. રાજસ્થાનમાં ભાજપે અદ્ભુત સંકલ્પ પત્ર જારી કર્યો છે. ભાજપે રાજસ્થાનને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર પર જોરદાર પ્રહાર કરીશું. અમે અમારી બહેનો અને દીકરીઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવીશું.
પીએમએ વધુમાં કહ્યું હતું કે, બ્રજ પ્રદેશમાં એક ખૂબ જ પ્રખ્યાત કહેવત છે – જા પત્તલમે ખાણો, વા મે છેદ કરનો. કોંગ્રેસે અહીં તમારી સાથે આવું જ કર્યું છે. અહીં દરેક નાગરિકના જાન-માલની રક્ષા કરવાની જવાબદારી કોંગ્રેસ સરકારની હતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ગુના અને અત્યાચાર બહેનો, દીકરીઓ, દલિતો અને વંચિતો પર થયા છે. હોળી હોય, રામનવમી હોય કે હનુમાન જયંતી હોય, તમે લોકો કોઈ પણ તહેવાર શાંતિથી ઉજવી શક્યા નથી. રાજસ્થાનમાં રમખાણો, પથ્થરમારો, કર્ફ્યુ, આ બધું ચાલતું રહ્યું છે.
આ પણ વાંચો, ઝારખંડમાં લગ્ન બાદ જાનૈયાઓને લઈ પરત ફરતી કારનો અકસ્માત, પાંચના મૃત્યુ