આ શહેરમાં વેતનથી વધુ ભાડુ ભરવા મજબૂર લોકો, બચતના નામે મીંડુ


બેંગલુરુ, 8 માર્ચઃ બેંગલુરુમાં ભાડાનું મકાન લેવાનું દિન પ્રતિદન મુશ્કેલ બની રહ્યુ છે, કેમ કે ભાડા સતત વધી રહ્યા છે અને સીટીસીથી વધુ ભાડુ ભરવા લોકો મજબૂૂર બન્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Grapevine પર એક વી પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છ જેમાં રોજે રોજ થઇ રહેલા આ વધારા સામે લોકો પોતાનો રોષ ઠાલવ્યો છે. લોકોનું કહેવુ છે કે તેની પર તેમના ખિસ્સા પર પડી રહી છે. ત્યારે સમગ્ર વેતન ભાડામાં જ જતુ હોવાથી બચતના નામે મીંડુ છે.
વેતન કરતા વધી રહ્યુ છે ભાડુ
પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પગાર કે સીટીસી કરતાં ભાડું ઝડપથી વધી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શહેરના ઘણા ટોચના વિસ્તારો છે જ્યાં 3 BHK માટે 90,000 રૂપિયા સુધીના ભાડાની માંગ કરવામાં આવી રહી છે. ટેક પાર્ક નજીક સરજાપુર રોડ/બેલંદુરમાં પણ તે રૂ. 70000થી ઓછું નથી. યુઝરે કહ્યું, જોકે ભાડાની તુલનામાં પગાર એટલી ઝડપથી વધી રહ્યો નથી ત્યારે આવુ લાંબો સમય ચાલશે નહી. આ બાબત માત્ર બેંગલુરુ પૂરતો સીમિત નથી એમ કહેતા યુઝરે પોતાની પોસ્ટમાં કહ્યું હતુ કે ગુરુગ્રામ અને દિલ્હીની પણ આવી જ હાલત છે. આમાં મુંબઈની વાત ન કરવી તે વધુ સારું છે.
વાર્ષિક ભાડું સીટીસી કરતાં વધુ છે
તેના પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, મારું CTC મારા વાર્ષિક ભાડાની બરાબર છે. ગયા વર્ષે મને 8 ટકાનો વધારો મળ્યો હતો, જ્યારે ભાડામાં 10 ટકાનો વધારો થયો હતો. મારી બચતનો એકમાત્ર સ્ત્રોત એ છે કે પરિવારમાં બે કમાતા લોકો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ ખરેખર હૃદયદ્રાવક છે કે એક વ્યક્તિની સંપૂર્ણ આવક ભાડા પર ખર્ચવામાં આવે છે. એવું લાગે છે કે તમે તમારા મકાનમાલિક માટે જ પૈસા કમાઈ રહ્યા છો.
આ પણ વાંચોઃ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી કેટલી વધી છે, કેવા પડકારો આવી રહ્યા છે?