Hyundai Cretaએ નવો રેકોર્ડ બનાવ્યો, એક જ મહિનામાં અધધધ આટલું વેચાણ થયું


HD ન્યુઝ ડેસ્ક : હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની સૌથી લોકપ્રિય SUV ક્રેટાએ (Hyundai Creta) વેચાણમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગયા મહિને ક્રેટાના 18,522 યુનિટ વેચાયા હતા. આ સેલમાં ICE ક્રેટા અને તાજેતરમાં લોન્ચ થયેલ ક્રેટા ઇલેક્ટ્રિક મોડેલનો સમાવેશ થાય છે. ક્રેટા પેટ્રોલ વેરિઅન્ટની કિંમત રૂ. ૧૧.૦૦ લાખ, એક્સ-શોરૂમ છે, જ્યારે ઇલેક્ટ્રિક ક્રેટાની કિંમત રૂ. ૧૭.૯૯ લાખ છે. અત્યારે લોકો ઇલેક્ટ્રિક ક્રેટા વિશે જાણવા માંગે છે કારણ કે આ કાર જે કિંમત અને ડ્રાઇવિંગ રેન્જ પર આવી છે તેને ધ્યાનમાં લેતા, લોકો તેને ખરીદવા માટે તૈયાર છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ઓટો એક્સ્પો 2025 માં તેની નવી ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ(Hyundai Creta) કરી. તેમાં બે બેટરી પેક વિકલ્પો છે. આ વાહન ટાટા કર્વ ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા BE6 સાથે સીધી સ્પર્ધા કરે છે. સલામતી માટે, તેમાં 6 એરબેગ્સ, EBD સાથે એન્ટિ-લોક બ્રેકિંગ, ADAS લેવલ 2, ABS, EBD, હિલ હોલ્ડ આસિસ્ટ અને ESP જેવા ફીચર્સ જોઈ શકાય છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
આ કારની ડિઝાઇન અને આંતરિક ભાગ સ્વચ્છ અને સુઘડ છે જે પરિવારના લોકોને ગમશે. તેમાં ૧૦.૨૫ ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ૧૦.૨૫ ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, કી-લેસ એન્ટ્રી, રીઅર એસી વેન્ટ્સ, વાયરલેસ ફોન ચાર્જર જેવા ફીચર્સ જોવા મળશે.
ફુલ ચાર્જ પર 472 કિમીની રેન્જ
નવી ક્રેટા ઇલેક્ટ્રિક બે બેટરી પેક વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં 51.4kWh બેટરી પેક હશે જે એક ચાર્જ પર 472km ની રેન્જ આપશે. જ્યારે 42kWh બેટરી પેક એક જ ચાર્જ પર 390 કિમીની રેન્જ આપશે.
ડીસી ચાર્જિંગની મદદથી, 10%-80% ચાર્જ થવામાં 58 મિનિટ લાગશે. જ્યારે એસી હોમ ચાર્જિંગની મદદથી, 10%-100% ચાર્જ થવામાં 4 કલાક લાગશે. આ કાર માત્ર 7.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. ક્રેટા ઇલેક્ટ્રિક પરિવાર માટે એક પરફેક્ટ SUV છે.
આ પણ વાંચો : નવી ટેક્સ સિસ્ટમની દેશમાં લોકપ્રિયતા વધી, શું જૂની ટેક્સ સિસ્ટમ ખતમ થઈ જશે? આ આંકડા જોઈ લો ખાતરી થઈ જશે