હૈદરબાદમાં શરુ થયું અનોખું પોલીસ સ્ટેશન, ખાલી જમીન વિવાદ સાથે જોડાયેલા કેસો અહીં ટ્રાંસફર થશે


હૈદરાબાદ, 21 જાન્યુઆરી 2025: તેલંગાણાના હૈદરાબાદમાં એક એવા પોલીસ સ્ટેશનની શરુઆત થવા જઈ રહી છે, જેમાં ફક્ત જમીન વિવાદ સાથે જોડાયેલ કેસ જ જોવામાં આવશે, આ સ્ટેશન હૈદરાબાદના બુદ્ધ ભવનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ પોલીસ સ્ટેશન ફેબ્રુઆરીના બીજા અઠવાડીયાથી ઓફિશિયલી કામ કરવાનું શરુ કરી દેશે. આ પોલીસ સ્ટેશન ફક્ત સરકારી સંપત્તિની સુરક્ષા અને આપદા પ્રબંધનના મામલાનું નિવારણ કરશે. તેનો મતલબ એ છે કે, આ પોલીસ સ્ટેશન ખાસ હૈદરાબાદમાં ઝરણા, પાર્ક, ખુલ્લી જગ્યા, સરકારી જમીનો અને અન્ય સંપત્તિઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે.
ઈંડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદકર્તા ફરિયાદ કરવા પણ પહોંચ્યો હતો. તેણે જણાવ્યું કે તે હૈદરાબાદના પોશ સરુરનગર વિસ્તારનો રહેવાસી છે અને સરુરનગર તળાવની લગભગ 30 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અહીં આવતા પહેલા અમે રેવન્યૂ અધિકારી પાસે આ બાબતે ઘણી વાર આવેદન આપ્યું. અમને આશા છે કે અહીંની પોલીસ અમારી જમીન પાછી અપાવશે.
90 એકરમાંથી 60 એકર બચી
રેડ્ડી નામનો શખ્સ સરુરનગર વિસ્તારમાં લગભગ 26 વર્ષથી રહે છે. તેમણે જણાવ્યું કે, ગેરકાયદેસર બાંધકામના કારણે તણાવ 90 એકરમાંથી ઘટીને 60 એકરનું થઈ ગયું છે. તેની જગ્યા પર બનેલી મોટી ઈમારતોને કાયદાની હેઠળ લાવવી જોઈએ, પર્યાવરણ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ધ્વસ્ત કરી દેવી જોઈએ. રેડ્ડીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
જમીન દબાણના કેસ
આ નવા સ્ટેશનનું HYDRAA આયુક્ત રંગનાથસ, જે એક આઈપીએસ અધિકારી છે, તેમણે જણાવ્યું કે, હવે તળાવ અને જમીન દબાણના આ પ્રકારના અલગ અલગ અસંખ્ય કેસોને આ પોલીસ સ્ટેશનમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. 7 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ પોલીસ સ્ટેશનનું નેતૃત્વ સહાયક પોલીસ આયુક્ત સ્તરના અધિકારી કરશે.
આ પણ વાંચો: બ્રહ્માંડમાં મળ્યો એવો બ્લેક હોલ જેમાં સમાઈ શકે છે 70 કરોડ સૂરજ, આવી રીતે થઈ તેની શોધ