ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

પતિ-પત્ની વેલેન્ટાઈન ડેને બનાવી શકે છે ખાસ, અપનાવો આ ટ્રિક્સ

Text To Speech
  • પતિ-પત્ની માટે રોજ વેલેન્ટાઈન ડે હોય છે. કપલ હંમેશા એકબીજાની જરૂરિયાતનું ધ્યાન રાખતા હોય છે અને કદાચ પાર્ટનર વગરની લાઈફ પણ અધુરી હોય છે, પરંતુ જ્યારે આ પ્રેમનો દિવસ આવી જ ગયો છે, ત્યારે જરૂરી છે કે થોડો સમય કાઢીને પતિ-પત્ની પોતાના સંબંધોમાં નવો જોશ ઉમેરે. 

લાંબા સમયથી રાહ જોવાતી હતી તે વેલેન્ટાઈન ડે આખરે આવી જ ગયો છે. દરેક વ્યક્તિને પ્રેમનો આ દિવસ સેલિબ્રેટ કરવો ગમતો હોય છે. 14 ફેબ્રુઆરીના દિવસે પાર્ટનર્સ એકબીજા પર ખૂબ પ્રેમ લૂટાવે છે. આ ખાસ અવસરે પતિ-પત્ની જો કોઈ ફેન્સી ડેટ પર જવા ઈચ્છતા નથી તો ઘરે રહીને પણ તેઓ વેલેન્ટાઈન ડેને ખાસ બનાવી શકે છે. જાણો કેટલીક ટિપ્સ, તમે પણ કોઈક અપનાવી શકો છો.

પતિ-પત્ની વેલેન્ટાઈન ડેને બનાવી શકે છે ખાસ, અપનાવો આ ટ્રિક્સ hum dekhenge news

એકબીજા માટે ગીત ગાઈ શકો

પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે જરૂરી નથી કે તમે તેની પર ઘણા બધા રૂપિયા જ ખર્ચો. તમે નાની નાની વસ્તુઓ, નાના ઉપાયો દ્વારા પણ પાર્ટનરને ખુશ કરી શકો છો. તમે તમારી ફિલિંગ્સને વ્યક્ત કરવા માટે તમારા પાર્ટનર માટે કોઈ ગીત ગાઈ શકો છો અથવા તેને સંભળાવી શકો છો. રોમેન્ટિક ગીત તમારા પાર્ટનરને 100 ટકા ખુશ કરશે.

હેડ મસાજ આપી શકો છો

વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને ખૂબ જ અલગ ફીલ કરાવવા માટે તમે તમારા પાર્ટનરને મસાજ આપી શકો છો. તમારા રૂમને સુંગધિત મીણબત્તીથી સજાવીને, સુંદર મ્યુઝિક વગાડો અને હળવા મ્યુઝિક સાથે હળવા હાથે મસાજ કરો. 100 ટકા આ ક્ષણોને પાર્ટનર ભુલી નહીં શકે.

 પતિ-પત્ની વેલેન્ટાઈન ડેને બનાવી શકે છે ખાસ, અપનાવો આ ટ્રિક્સ hum dekhenge news

સાથે કૂકિંગ કરી શકો છો

રોજ તો એક વ્યક્તિજ કૂકિંગ કરતી હોય છે, પરંતુ આજના સ્પેશિયલ દિવસે એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે સાથે મળીને કૂકિંગ કરવું તે પણ એક સારો આઇડિયા છે. તમે તમારા પાર્ટનર માટે તેની ફેવરિટ ડિશ પણ બનાવી શકો છો.

ફેવરિટ ફિલ્મ એકસાથે જુઓ

આજનો દિવસ પતિ-પત્ની એકબીજાના નામે કરી શકે છે. તમારા પાર્ટનર સાથે રિલેશનને મજબૂત બનાવવા માટે બંને સાથે બેસીને ફિલ્મ જોઈ શકો છો. વેલેન્ટાઈન ડેના ખાસ અવસરે તમે એકબીજાની પસંદગીની ફિલ્મ જોઈ શકો છો. સાથે બેસીને ફેવરિટ ફિલ્મ જોઈને, ફેવરિટ ફૂડ ખાવાનો આનંદ કંઈક અલગ જ હશે.

આ પણ વાંચોઃ આ આદતો બદલો, દવા વગર જ કાબૂમાં આવશે બીપી, હાર્ટ પણ રહેશે હેલ્ધી

Back to top button