સુરત: પતિએ દારૂના નશામાં બે દીકરીની સામે પત્નીની હત્યા કરી


- સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી
- દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી
- હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતમાં દીકરીઓ સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, હેવાન પતિની ધરપકડ કરવામાં આવી છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નાખી હતી.
દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી
દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે આખરે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. મૂળ અમરેલી જિલ્લાનો આ પરિવાર હાલમાં સુરતના ગોડાદરામાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં રહે છે. મૃતક 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર રહેતા હતા. જેમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની અને એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓનો સમાવેશ થાય છે.
સંયુક્ત કુંટુંબમાં રહેતો પરિવારે જમ્યા બાદ પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા
પરિવાર જમ્યા બાદ પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતો. પરંતુ રાત્રે નમ્રતાબેન અને તેમના પતિ જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી મુકી હતી.
હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાત્રે આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યા ગગડ્યો તાપમાનનો પારો