સાનિયા મિર્ઝાથી અલગ થવાની અફવાઓ વચ્ચે પતિ શોએબ મલિકે કર્યા ત્રીજા લગ્ન
- પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની લાઈફ પાર્ટનર તરીકે કરી પસંદ
- “લગ્ન મુશ્કેલ છે, છૂટાછેડા મુશ્કેલ છે, તમારી મુશ્કેલીને પસંદ કરો” લખેલી પોસ્ટ સાનિયા મિર્ઝાએ કરી શેર
ઇસ્લામાબાદ, 20 જાન્યુઆરી: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થવાની અફવાઓ વચ્ચે પતિ શોએબ મલિકે ત્રીજી વખત લગ્ન કર્યા છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી છે, આ લગ્ન પહેલા સાનિયા મિર્ઝાએ “લગ્ન મુશ્કેલ છે, છૂટાછેડા મુશ્કેલ છે, તમારી મુશ્કેલીને પસંદ કરો” લખેલી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. આ લગ્ન એક સમારોહ દરમિયાન કરવામાં આવ્યા છે.
View this post on Instagram
પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદના આ બીજા લગ્ન
શોએબ માલિકે જેની સાથે લગ્ન કર્યા તે સના જાવેદના પણ છૂટાછેડા થઈ ગયા છે. પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક સના જાવેદે 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ ખબર પડી કે, આ કપલ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. બાદમાં બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એકબીજાના ફોટા ડિલીટ કરી દીધા અને પછી જાણવા મળ્યું કે, બંનેના છૂટાછેડા થઈ ગયા છે. 28 વર્ષની સના જાવેદ પાકિસ્તાનના ઘણા ટીવી શોમાં જોવા મળી છે, તેના ઘણા પ્રખ્યાત શો છે જેમાં એ મુશ્ત-એ-ખાક, ડંક સહિત અન્યનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે સાનિયા મિર્ઝાથી તેના અલગ થવાના માહિતી બહાર આવી રહી છે. શોએબ મલિક અને સના જાવેદે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરી છે.
મલિકે સાનિયા સાથે કર્યા હતા ત્રીજા લગ્ન
શોએબ મલિકે 2010માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ આયેશા સિદ્દીકીએ આગળ આવીને બધાને કહ્યું કે, “તે શોએબની પહેલી પત્ની છે અને તેને તલાક આપ્યા વિના તે ફરીથી લગ્ન કરી શકે નહીં.” તે સમયે શોએબે આયેશા સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ મામલો વધી જતાં તેણે આયેશાને છૂટાછેડા આપી દીધા હતા. શોએબે સાનિયા સાથે લગ્ન કર્યા બાદ તેની પ્રથમ પત્ની આયેશાને તલાક આપ્યા હતા.
શોએબ માલિકની ઈન્ટરનેશનલ કરિયર
શોએબ મલિકના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે 287 ODI મેચોની 258 ઇનિંગ્સમાં 7534 રન બનાવ્યા છે જેમાં 9 સદી અને 44 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, તેણે 35 ટેસ્ટ મેચમાં 1898 રન બનાવ્યા છે જેમાં 3 સદી અને 8 અડધી સદીનો સમાવેશ થાય છે. ટી20 મેચોની વાત કરીએ તો, તેણે 124 મેચમાં 2435 રન બનાવ્યા જેમાં 75 તેનો સર્વોચ્ચ સ્કોર હતો.
સાનિયાની પોસ્ટથી અલગ થવાની અટકળો વધી હતી
બુધવારે જ સાનિયા મિર્ઝાએ એક રહસ્યમય પોસ્ટ ઇસ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી, જેણે તેણીના અને શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અફવાઓને તીવ્ર બનાવી હતી. સાનિયા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘લગ્ન મુશ્કેલ છે. છૂટાછેડા મુશ્કેલ છે. તમારી મુશ્કેલીને પસંદ કરો. સ્થૂળતા અઘરી છે. ફિટ રહેવું મુશ્કેલ છે. તમારી સખત મહેનત પસંદ કરો. દેવું કરવું મુશ્કેલ છે. આર્થિક રીતે શિસ્તબદ્ધ રહેવું મુશ્કેલ છે. તમારી મુશ્કેલીને પસંદ કરો. વાતચીત મુશ્કેલ છે. વાતચીત ન કરવી મુશ્કેલ છે. તમારી મુશ્કેલીને પસંદ કરો. જીવન ક્યારેય સરળ રહેશે નહીં. તે હંમેશા મુશ્કેલ રહેશે. પરંતુ આપણે આપણી મહેનત પસંદ કરી શકીએ છીએ.” તેમજ આ અટકળો ત્યારે વધુ તીવ્ર બની જ્યારે સાનિયા મિર્ઝાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી શોએબ મલિક સાથેની તેની મોટાભાગની તાજેતરની તસવીરો ડિલીટ કરી દીધી. 8 જાન્યુઆરીએ, તેણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “જ્યારે કોઈ વસ્તુ તમારા હૃદયની શાંતિને ખલેલ પહોંચાડે છે, તો તેને જવા દો.”
આ પણ જુઓ :મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમય પછી સાથે જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ