ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવા પતિ 80 હજાર રૂપિયાના સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો! જૂઓ વીડિયો

Text To Speech
  • કોર્ટે પતિને પત્ની માટે ભરણપોષણ તરીકે 2 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું હતું

HD ન્યૂઝ ડેસ્ક, 21 ડિસેમ્બર: છૂટાછેડા (તલાક) બાદ પતિએ તેમના પત્નીને ભરણપોષણ ચૂકવવું પડે છે. જેને Alimony એટલે કે ભરણપોષણ ભથ્થું કહેવામાં આવે છે. આ જ રીતે, પોતાના પત્નીને ભરણપોષણ ભથ્થું આપવા માટે એક પતિ 80,000 રૂપિયાના સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો હતો. આ સિક્કા માત્ર 1 અને 2 રૂપિયાના હતા. આ ઘટના 18 ડિસેમ્બરે કોઈમ્બતુરની એડિશનલ ફેમિલી કોર્ટમાં બની હતી, જ્યાં કોર્ટે પતિને પત્ની માટે ભરણપોષણ તરીકે 2 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું હતું. જે બાદ પતિ સિક્કાથી ભરેલી બે સફેદ થેલી લઈને કોર્ટમાં પહોંચ્યો હતો. જેનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Trolls Official (@trolls_official)

80,000 રૂપિયાના સિક્કા સાથે પતિની એન્ટ્રી

જ્યારે ન્યાયાધીશે કોર્ટમાં પતિ દ્વારા ભરણપોષણ માટે લાવેલા સિક્કા જોયા તો જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વ્યક્તિને સિક્કાના બદલામાં નોટો આપવા કહ્યું. જે બાદ બીજા દિવસે વ્યક્તિએ 80 હજાર રૂપિયા નોટના રૂપમાં જમા કરાવવા કહ્યું. ઉલ્લેખનીય છે કે, 80 હજાર રૂપિયાનું ભરણપોષણ આપનાર વ્યક્તિ વ્યવસાયે ટેક્સી ડ્રાઈવર છે. જે વડાવલ્લીનો રહેવાસી છે. આ 37 વર્ષીય ટેક્સી ડ્રાઈવરના પત્નીએ ગયા વર્ષે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જે બાદ કોર્ટે ટેક્સી ડ્રાઈવરને તેના પત્નીના ભરણપોષણ માટે 2 લાખ રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે સિક્કાના બદલામાં નોટો જમા કરવા કહ્યું

આદેશ બાદ, ટેક્સી ડ્રાઈવર 80,000 રૂપિયાના સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો હતો. જ્યારે તેણે કોર્ટમાં જમા કરાવવા માટે સિક્કાઓથી ભરેલી બેગ આપી તો ત્યાં હાજર દરેક લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ કોર્ટે ટેક્સી ડ્રાઈવરને સિક્કાના બદલામાં નોટો જમા કરાવવા કહ્યું. જ્યારે ટેક્સી ડ્રાઈવર સિક્કાની પ્લાસ્ટિકની થેલી લઈને કોર્ટમાંથી નીકળી રહ્યો હતો ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. હાલમાં આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ જૂઓ: સળગતા લાકડા પર સૂવાની કરામતઃ ખતરોં કે નહીં, ખતરનાક ખેલાડી છે આ તો, જુવો વીડિયો

Back to top button