VIDEO: પતિએ પત્નીની કરી નિર્દયતાથી હત્યા, કપાયેલું માથું લઈને રસ્તા પર ફર્યો
બારાબંકી (ઉત્તર પ્રદેશ), 17 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક પતિએ તેની પત્નીનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ પછી તે કપાયેલું માથું લઈને રસ્તા પર ફરવા લાગ્યો હતો. ખૂંખાર પતિ રસ્તા પર ડર્યા વિના ચાલતો હતો ત્યારે એક હાથમાં તેની પત્નીનું કપાયેલું માથું અને બીજા હાથમાં તે હથિયાર હતું જેનાથી તેણે પત્નીનું શિરચ્છેદ કર્યું હતું. જેણે પણ રસ્તામાં આ દ્રશ્યો જોયાં તેનો આત્મા કંપી ઉઠ્યો. હાલ આ ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે પતિની ધરપકડ કરી હતી.
⚠️संवेदनशील वीडियो
देखिए जिला बाराबंकी में अनिल ने पत्नी वंदना की हत्या कर दी कटी हुई गर्दन लेकर वो थाने पर पहुंच गया वंदना का कहीं और अफेयर था घर में लव लेटर देखकर अनिल ने ये वारदात की#up #वायरलवीडियो pic.twitter.com/nGf4Zvd4k6— Lavely Bakshi (@lavelybakshi) February 16, 2024
બંનેના લગ્નને આઠ વર્ષ થયા હતા
આરોપીની ઓળખ બસરા ગામના રહેવાસી અનિલ કનોજિયા તરીકે થઈ છે. અનિલ તેની પત્ની સાથે વંદના સાથે રહેતો હતો. બંનેના લગ્નને આઠ વર્ષ થયા હતા. પતિને શંકા હતી કે તેની પત્નીનો અન્ય પુરુષ સાથે અફેર છે. શુક્રવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીની બૂમો સાંભળીને પડોશમાં રહેતા લોકો પણ ભેગા થઈ ગયા હતા. જ્યારે લોકો એકઠા થયા ત્યારે ઘરના ભયાવહ દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા. પતિએ હેવાનિયતની હદ પાર કરીને પત્ની વંદનાનું માંથુ કાપી નાખ્યું હતું. લોકો એવા ભયભીય બન્યા કે તરત જ ત્યાંથી ભાગી ગયા હતા.
બાતમની આધારે પોલીસને આ ઘટનાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ બસરા ગામના રહેવાસી અનિલ કુમાર તરીકે થઈ છે, તેણે કથિત રીતે તેની પત્નીનું દાતરડીથી માથું કાપી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીને શંકા છે કે તેની પત્નીનું અન્ય પુરુષ સાથે અફેર છે. જો કે, દંપતીના લગ્નને આઠ વર્ષ થયા હતા. તેમજ તેમના બે બાળકો પણ છે. હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલ્યો છે.
આ પણ વાંચો: ચા મળવામાં વિલંબ થતાં પતિએ ગુસ્સામાં પત્નીની તલવાર વડે હત્યા કરી